November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના કીકરલા ગામે સીયાર ખાડીના ગરનાળામાંથી વૃદ્ધની લાશ મળી

આધારકાર્ડ પાનકાર્ડ અને ફોટાઓ મળી આવતા યુપીનો હોવાની ઓળખ થઈ

શરીરે ઈજાના નિશાનો અને ઘટના સ્‍થળે લોહીના ડાઘાઓ જોતા શંકાસ્‍પદ મોત હોવાની આશંકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: પારડી તાલુકાના કિકરલા પરિવાર ખાતે આવેલ સીયાર ખાડીના ગરનાળાના પાણીમાં પડેલ એક પુરુષની લાશ ગામના જ રહેવાસી મનીષભાઈ નામના વ્‍યક્‍તિએ જોતા તેમણે ગામના સરપંચ મનોજભાઈ પટેલને આ અંગેની જાણ કરાતા સરપંચ મનોજભાઈ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી જઈ પારડી પોલીસને આ અંગેની જાણ કરી હતી.
પારડી પોલીસે ગરનાળામાં પડેલી લાશ બહાર કાઢી લાશ સાથેની થેલીમાં જોતા થેલીમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ તથા ફોટાઓ મળી આવતા આ વૃદ્ધ મઠયાઇ, બમહોરી, ક્‍લાન ચરખાડી સ્‍ટેટ મહોબા યુપીનો રહેવાસી હોવાની ઓળખ થઈ હતી, સાથે સાથે આ વૃદ્ધનો છોકરો દમણ ખાતે કામ કરી ઉદવાડા ગામ ખાતે રહેતો હોય પારડી પોલીસે તેને જાણ કરી બોલાવ્‍યો હતો. અને લાશને પી.એમ. માટે ઓરવાડ પી.એચ.સી. ખાતે લઈજવામાં આવી હતી.
ઘટના સ્‍થળે જોવા મળતા લોહીના ડાઘાઓ તથા શરીરે થયેલ ઈજાના નિશાનો જોતા શંકાસ્‍પદ મોત હોવાની આશંકા થઈ રહી છે. પી.એમ. રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સત્‍ય બહાર આવશે.

Related posts

દમણમાં 15, દાનહમાં 12 અને દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડના તિઘરા ગામમાં ખુંખાર દિપડો બકરાના શિકાર કરી રહ્યો છે છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી

vartmanpravah

10 વર્ષની બાળા સાથે દુષ્‍કર્મ કરનાર મરવડ હોસ્‍પિટલના સિક્‍યુરીટી ગાર્ડને પોલીસે બિહારથી ઝડપી પાડયો

vartmanpravah

વલસાડ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિશ્વકર્મા જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહમાં આજરોજ એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

દમણની તમામ પંચાયતોને 2023ના અંત સુધી ટી.બી. મુક્‍ત બનાવવા: દમણવાડા ગ્રામ પંચાયતમાં જાગૃતિ કાર્યક્રમનું થયું આયોજનઃ ટી.બી.ના રોગ અને ઉપચારની આપવામાં આવી જાણકારી

vartmanpravah

Leave a Comment