October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડવાપી

રસ્‍તે ચાલીને જતા લોકો પાસેથી મોબાઈલ ઝૂંટવતા આરોપીઓની દમણ પોલીસે કરેલી ધરપકડ

આરોપીઓ પાસેથી એક મોબાઈલ ફોન અને એક બાઈક પોલીસે કબ્‍જે કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : ગત તા.22મી સપ્‍ટેમ્‍બરના રોજ નાની દમણના કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રાત્રિના 9:00 વાગ્‍યાના અરસામાં નોકરી ઉપરથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ડોરી કડૈયા રોડ પર બાઈક સવાર ત્રણ લોકોએ ફરિયાદીને વાતોમાં ભૂલાવીને તેનો ફોન છીનવી લઈને ભાગી ગયાહતા.
પ્રાપ્ત માહિતી મુજબ ડોરી કડૈયા રોડ ઉપર રાત્રિના 9:00 વાગ્‍યાના અરસામાં ફરિયાદી નોકરી ઉપર પરત તેમના ઘરે જઈ રહ્યા હતા તે સમયે બાઈક ઉપર આવેલા ત્રણ માણસોએ તેમને વાતોમાં ભૂલાવી દીધો હતો અને ત્‍યારબાદ તેની પાસેનો મોબાઈલ ફોન ઝૂંટવીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવા પામી હતી.
પોલીસે આ કેસમાં આઈપીસીની 379, 356, આર/ડબ્‍લ્‍યુ 34 કલમ મુજબ ગુનો નોંધ્‍યો હતો. કેસની તપાસ દરમિયાન ટેકનિકલ વિશ્‍લેષણના આધારે એક પોલીસ ટીમનું ગઠન કરવામાં આવ્‍યું હતું અને મોબાઈલ ઝૂંટવનારા પ્રથમ આરોપીને દાભેલ, દમણથી ધરપકડ કરી હતી અને તેની પૂછતાછ કરતા તેણે બતાવેલા સાથીઓ જેઓ આ ગુનામાં સામેલ હતા, તેમાંથી એકને ગુજરાતના વડોલી અને બીજા આરોપી સાથીને ગુજરાતના કુંતા ખાતેથી ઝડપી પાડયો હતો. આ દરમિયાન ઝડપાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લીધેલ ગાડી પણ પોલીસે જપ્ત કરી છે.
ત્રણે આરોપીઓ સાથે બાઈક ઉપર ફરીને ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં નોકરી કરનારા વ્‍યક્‍તિઓને ટારગેટ કરીને સુમસામ વિસ્‍તાર અને રાતના સમયે તેઓનું ધ્‍યાન ભટકાવીને ફોન ઝૂંટવી લેવાનું કામ કરતા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓ (1)કાઠમંડુ- રહે. પિલવસતુ, ઉત્તર પ્રદેશ (2)મોહમદ સહવાજ અંસાર- રહે. જમુઈ, બિહાર અને (3)બાબુ ભરવાડ – રહે.ભાવનગર, ગુજરાતનાઓ પાસેથી એક મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ નં. ડીડી-03 એન-0282 પણ પોલીસે જપ્ત કરી છે.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાના ભવન બનાવવા રૂા.5.પ0 લાખની ફાળવણીથી કરેલી શુભ શરૂઆત

vartmanpravah

આદિવાસી સમાજની દીકરી ઉપર થઈ રહેલ અત્‍યાચારના વિરોધમાં ગુજરાત રાજ્‍યના ગૃહ મંત્રીને આવેદનપત્ર પાઠવતો સમસ્‍ત આદિવાસી સમાજ પારડી

vartmanpravah

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપનીની મોટી હોનારતમાં એનજીટીનો હુકમ: મૃતકોને રૂા.20 લાખ અને ઈજાગ્રસ્‍તોને રૂા.10 લાખના વળતર ચુકવણીના આદેશથી પરિવારોને મળેલી આંશિક રાહતઃ જીપીસીબીને નોટિસની ફટકાર

vartmanpravah

વલસાડ-ડુંગરી રેલવે અપ-ડાઉન ટ્રેક ઉપર રાત્રે ગૌવંશો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દાનહ અને દમણ-દીવમાંથી કુપોષણની સમસ્‍યા નાબૂદ કરવાના સંકલ્‍પને સાકાર કરવા પ્રશાસનિક પ્રયાસો તેજ

vartmanpravah

સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિન નિમિત્તે તિથિ ભોજન તથા હોસ્‍પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્‍કિટનું વિતરણ કરી મનાવ્‍યો

vartmanpravah

Leave a Comment