October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના 67મા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : આજે કવરત્તી ખાતે દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ભારતના ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના 67મા સ્‍થાપના દિવસની આન, બાન, શાન અને આનંદ-ઉત્‍સાહ સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. લક્ષદ્વીપ કેન્‍દ્ર શાસિત પ્રદેશની સ્‍થાપના 1લી નવેમ્‍બર, 1956ના રોજ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી સંદિપ કુમાર, કલેક્‍ટર શ્રી અર્જુન મોહન, એસ.પી. શ્રી સમીર શર્મા સહિત અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવીને કરવામાં આવી હતી. ત્‍યારબાદ સીઆરપીએફ, પોલીસ, ભારતીય રિઝર્વ બટાલિયન, એનસીસી, સ્‍કાઉટ ગાઈડ, એન.એસ.એસ. જેવા વિવિધ સુરક્ષા દળો દ્વારા પરેડ યોજવામાં આવી હતી જેને પ્રશાસકશ્રીએ સલામી આપી હતી.
ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના67મા સ્‍થાપના દિવસની ઉજવણી પ્રસંગે પ્રશાસન દ્વારા વહીવટી તંત્ર હેઠળના તમામ ટાપુઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વિવિધ ગલીઓ, બંદરોને રંગબેરંગી લાઈટિંગથી સજાવવામાં આવી હતી.
આજના ઉજવણી સમારંભમાં કેરળ, કર્ણાટક, તેલંગણા રાજ્‍ય અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની સાથે લક્ષદ્વીપની સાંસ્‍કૃતિક વિરાસત ધરાવતી કૃતિઓને ગાંધી સ્‍ટેજ ઉપર રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રશાસનના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી છીરીમાં ગાયત્રી કોમ્‍પલેક્ષમાં હત્‍યા કરાયેલી મહિલાની લાશ મળી

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર મુકામે વિજ્ઞાન શિક્ષકોની રાજ્ય કક્ષાની રિસોર્સ પર્સન તાલીમ કાર્ય શિબિર યોજાઈ

vartmanpravah

નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં જાહેર સ્‍થળોની કરાયેલી સાફ-સફાઈઃલીધેલા સ્‍વચ્‍છતાના શપથ

vartmanpravah

ઉમરગામમાં વ્યસનના રવાડે ચઢેલા પતિનું અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી સંસાર થાળે પાડયો

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજ ખાતે MODI@20: Dreams Meet Delivery પુસ્‍તક પર સેમીનાર યોજાયો

vartmanpravah

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

Leave a Comment