September 12, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીના સાયલી ગામે આવેલ ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કર્મચારીનું કંપનીમાં જ હૃદય રોગના હૂમલામાં મોત થયું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર વિનોદકુમાર યાદવ (ઉ.વ.50) રહેવાસી હેરીજન રેસીડન્‍સી, બાલાજી મંદિર રોડ, આમલી- સેલવાસ. જેઓ છેલ્લા દસ વર્ષથી સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જેઓ ગત રોજ રાત્રિ દરમિયાન ફરજ પર હતા, તે સમયે મળસ્‍કે ત્રણ વાગ્‍યાના અરસામાં અચાનક છાતીમાં દુઃખાવો થતાં તેઓ જગ્‍યા પર જ ઢળી પડયા હતા. જેને જોઈ કંપનીમાં કામ કરતા સાથી કર્મચારીઓએ તાત્‍કાલિક કંપની સંચાલકને જાણ કરી હતી.

કંપની સંચાલકો દ્વારા તાત્‍કાલિક એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી સારવાર માટે સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. પરંતુ અહીં ફરજ પરના તબીબોએ વિનોદકુમાર યાદવને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગેની નોંધ લઈ આગળની તપાસ સાયલી પોલીસ કરી રહી છે.

Related posts

વાપી મામલતદાર કચેરીમાં રાશનકાર્ડ અને કેવાયસી માટે લાગતી મોટી કતારો

vartmanpravah

દેગામના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્‍ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ડીઝલ ચોરોને રંગે હાથ ઝડપી પાડયા

vartmanpravah

રખોલી-સાયલી રસ્‍તા પર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો-રાહદારીઓને પરેશાન

vartmanpravah

દમણ પોલીસે દાભેલની એક ચાલમાં છાપો મારી ગાંજા સાથે એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહઃ આમલી 66કેવી રોડ પર ટેમ્‍પો સાથે ટકરાયેલી કારના ચાલકને ઈજા

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 64 કર્મચારીની બઢતી સહિત 41 પોલીસ કર્મચારીને ઉચ્‍ચત્તર પગારનો લાભ મળ્‍યો

vartmanpravah

Leave a Comment