October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

‘સબકી યોજના, સબકા વિકાસ’ 2024-‘25 અંતર્ગત કચીગામ ગ્રા.પં.ના સરપંચ ભરતભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ વિશેષ ગ્રામસભા

કચીગામ લેક ગાર્ડનના નવનિર્માણ, વિલેજ અને સ્‍ટ્રીટ રોડ સહિતની સમસ્‍યાઓની થયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : આજે કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’-2024-‘25ના ડેવલપમેન્‍ટ પ્‍લાનને મંજૂર કરવા કચીગામ પંચાયતના પ્રાંગણમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે કચીગામ લેક ગાર્ડનની કાયાપલટ માટે પોતાની જોરદાર માંગણી દોહરાવી હતી. તેમણે ગ્રામ્‍ય અને સ્‍ટ્રીટ રોડના નિર્માણનો મુદ્દો પણ ઉઠાવ્‍યો હતો. તેમણે વર્ષ 2024-‘25ના ડેવલપમેન્‍ટ પ્‍લાનને મંજૂર કરવા પણ પ્રસ્‍તાવ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. કચીગામ ગ્રામ પંચાયતના આગેવાન અને ધારાશાષાી શ્રી બકુલભાઈ દેસાઈએ ગામના હિતમાં કેટલીક મહત્ત્વની રજૂઆતો કરી હતી. જેને ઠરાવમાં પણ સામેલ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પંચાયત સેક્રેટરી શ્રી નિખિલ મીટનાના નેતૃત્‍વમાં સ્‍ટાફે ટીમબનીને કામ કર્યું હતું. આ પ્રસંગે વિવિધ વિભાગોથી આવેલા પ્રતિનિધિઓએ પોતાના વિભાગની યોજનાઓની વિસ્‍તૃત માહિતી આપી હતી.
કચીગામ વિસ્‍તારના રોડ સહિતની સમસ્‍યાના નિરાકરણ માટે જિલ્લા પંચાયત અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે આશ્વાસન આપ્‍યું હતું. આ વિશેષ ગ્રામસભામાં મહત્ત્વના અધિકારીઓની ગેરહાજરી સૂચક હતી.

Related posts

દાનહઃ મસાટ ગ્રામ પંચાયત ખાતે ‘ગ્રામસભા’ યોજાઈ

vartmanpravah

નવેમ્‍બરના અંતમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સંઘપ્રદેશ મુલાકાતનો ગોઠવાતો તખ્‍તોઃ સંઘપ્રદેશના લોકો આવકારવા આતુર

vartmanpravah

દાનહ ઈન્‍ડિયન રિઝર્વ બટાલીયન દ્વારા રાઇઝીંગ ડે નિમિત્તે મેડિકલ અને રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

સરીગામની લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના “આઈડિયા ફેસ્ટ-૨૦૨૩”માં ૩૦૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

વલસાડ વિભાગમાં ત્રણ દિવસમાં ત્રણ શિકાર : બે કંડકટર એક હેડ મિકેનીક ફરજ મોકૂફ કરાયાં

vartmanpravah

2047 સુધી વિકસિત ભારત બનાવવા  દમણમાં યોજાયેલ બે દિવસીય ‘ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ’ વિકસિત ગામથી વિકસિત જિલ્લો બનાવવાના નિર્ધાર સાથે સંપન્ન

vartmanpravah

Leave a Comment