April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

સમસ્‍ત હિન્‍દુ સંગઠન (અખંડ ભારત) દ્વારા લવાછાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે 1 લાખ 11 હજાર 111 દીવડાંઓ પ્રગટાવી દેવ દિવાળીની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામને અડીને આવેલા ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીના લવાછા ગામ સ્‍થિત શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સમસ્‍ત હિન્‍દુ સંગઠન (અખંડ ભારત) દ્વારા ભવ્‍ય દીપ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દેવ દિવાળીના પાવન પર્વએ આજે પ્રથમ વખત એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર દિવાપ્રગટાવાયા હતા. અહીં ગત વર્ષે પણ હિન્‍દુ સંગઠન દ્વારા દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અગિયાર હજાર દીપ પ્રજ્‍વવલિત કરવામાં આવ્‍યા હતા.
લવાછાના ખાતેના પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિરે સમસ્‍ત હિન્‍દુ સંગઠન દ્વારા આયોજીત આ પર્વની ઉજવણીમાં સાધુ-સંતો-મહંતો સહિત મહિલા, વડીલો અને બાળકો સહિત તમામ શ્રદ્ધાળુઓએ દીપ પ્રગટાવવા સાથે મહાદેવને પણ જળાભિષેક કર્યો હતો. દરમિયાન ભગવાન શ્રીરામની મૂર્તિની સુંદર રંગોળી પણ પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હિન્‍દુ સંગઠનના પ્રતિનિધિઓ સહિત લવાછા, વાપી, દાદરા અને સેલવાસથી મોટી સંખ્‍યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

vartmanpravah

દીવ પોલીસ મથકના ઈન્‍ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલ સસ્‍પેન્‍ડઃ ભરતી પ્રક્રિયા સમયે રજૂ કરેલા જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજો

vartmanpravah

માહ્યાવંશી પ્રિમીયર લીગમાં એન્‍જલ ઈલેવન ચેમ્‍પિયન : સનાયા ઈલેવન રનર્સઅપ

vartmanpravah

વલસાડના આસિસ્‍ટન્‍ટ ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍પેક્‍ટર 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય દિવસ પર અનુરાગ સિંહ અને મનિષ ઝા દ્વારા વિશેષ સેમિનારનું સમાપન

vartmanpravah

શ્રી વલ્લભઆશ્રમ શાળામાં ભક્‍તિભાવ પૂર્ણરીતે શ્રી કૃષ્‍ણનો જન્‍મોત્‍સવ જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment