December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને છત્તિસગઢ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્‍ય વિજય થતાં  કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ ભાજપાએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી કરેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢ, તેલંગાણા અને મિઝોરમ એમ પાંચ રાજ્‍યોના વિધાનસભાની ગત મહિને ચૂંટણીઓ સંપન્ન થઈ હતી. જેમાં આજે મિઝોરમ સિવાયના ચાર રાજ્‍યોના પરિણામ આવ્‍યા હતા. જેમાં રાજસ્‍થાન, મધ્‍ય પ્રદેશ અને છત્તિસગઢમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતી સાથે વિજય થયો હતો. આ જીતની ખુશીમાં પヘમિ ભારતના ગુજરાત અને મહારાષ્‍ટ્રને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયોત્‍સવ મનાવાયો હતો. દાદરા નગર હવેલીમાં સેલવાસ ઝંડાચોક, કિલવણી નાકા, અટલ ભવન અને રખોલી ચોક ખાતે ભાજપના વિવિધ પદાધિકારીઓ તથા કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલનામાર્ગદર્શનમાં ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાની જય જયકાર બોલાવી હર્ષોલ્લાસ સાથે આનંદ વ્‍યક્‍ત કર્યો હતો.
આ અવસરે પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સેલવા નગરપાલિકાના પૂર્વ અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ અધ્‍યક્ષ શ્રી દિપકભાઈ પ્રધાન, રખોલી મંડળ અધ્‍યક્ષ શ્રી ધર્મેશ ઠક્કર, વિસ્‍તાર શ્રી અશ્વિન પટેલ, શ્રી મનિષ પ્રધાન, શ્રી જયંતિ પટેલ, શ્રી દિલીપ માહ્યાવંશી, શ્રી સુરેશ ચૌધરી, શ્રી યોગેશ પટેલ, મસાટ મંડળ મહામંત્રી શ્રી પ્રફુલ પટેલ, સોશિયલ મીડિયા સહ સંયોજક શ્રી ધીરજ સિંહ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી, સેલવાસ ન.પા. કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલ, શ્રી રમેશ પટેલ અને બૂથ અધ્‍યક્ષો સહિત મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

vartmanpravah

પારડીના આમળી ગામે બે પરિવારના 14 જેટલા સભ્‍યો પાણીમાં ફસાયા

vartmanpravah

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

vartmanpravah

અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠન વલસાડ જિલ્લા દ્વારા ખાણીપીણીમાં ભેળસેળ તથા સ્‍વાસ્‍થ્‍યની સાથે થતાં ચેડાં બાબતે મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપી કાર્યવાહીની કરેલી માંગ

vartmanpravah

પારડી બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળોની રચના

vartmanpravah

સરૈયા ગામે એસઆરપીએફના અધિકારીના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રૂા.45,000/ની મત્તાની ચોરી કરી પલાયન

vartmanpravah

Leave a Comment