Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નજીક કરમબેલામાં રેલવે દ્વારા કાર્યરત કરાયેલ કન્‍ટેનર ગુડ્‍ઝ યાર્ડ સેવા નિષ્‍ફળતાના આરે

રેલવેની સહયોગી સંસ્‍થા કન્‍ટેનર કોર્પોરેશન ઓફ ઈન્‍ડીયા દ્વારા 2018-19માં આ સેવા કાર્યરત કરવામાં આવી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી-વલસાડ અને સંઘપ્રદેશના ઉદ્યોગો માટે પોર્ટ ઉપર પહોંચાડવા માટે કન્‍ટેનર સેવા રેલવે સહયોગી સંસ્‍થા કન્‍ટેનર કોર્પોરેશન દ્વારા કરમબેલામાં કન્‍ટેનર ગુડ્‍ઝ યાર્ડની સેવા 2018-19માં કાર્યરત કરવામાં આવી હતી. પરંતુ શરૂઆતના તબક્કામાં સફળ થયેલી આ યોજના ધીરેધીરે નિષ્‍ફળતા તરફ આગળ ધપી રહી છે.
કરમબેલા ગુડ્‍ઝ યાર્ડથી જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્‍ચે આ સેવા કાર્યરત કરાઈ હતી. જેનો હેતુ આ વિસ્‍તારના ઉદ્યોગોને ફાયદો થઈ શકે તેવો હતો. શરૂઆતના છ મહિનામાં સારો પ્રતિસાદ સાંપડયો હતો. પરંતુ હાલમાં મહિને છ થી સાત કન્‍ટેનર આવે છે. ખરેખર તો 4 હજાર જેટલી ટ્રકો અવર જવર કરે છે તેની સ્‍થાને ગુડ્‍ઝ કન્‍ટેનર સેવાથી યાર્ડ સુધી માલનું પરિવહન થશે. પર્યાવરણને પણ ફાયદો થશે અને ઉદ્યોગોને લોજીસ્‍ટીક ખર્ચમાં પણ ઘટાડો થશે પરંતુ આ સેવા નિષ્‍ફળતા ભણી આગળ વધી રહી છે. હાલમાં ફક્‍ત સિમેન્‍ટ કે ખાતર યાર્નનું બુકીંગ ચાલે છે. આ યાર્ડથી રેલવે દ્વારા બંદર ઉપર ગુડ્‍ઝ પહોંચાડવાનો હેતુ હતો અને દરરોજ એક ટ્રેન હિસાબે 50 હજાર કન્‍ટેનર પાર્ટ ઉપર પહોંચાડાશે. અતિ જરૂરી આ યોજના હાલ સફળ રહી નથી. હા આ યોજના અંકલેશ્વર અને બોઈસરમાં સફળ રહી છે.

Related posts

આજે દમણના દિલીપનગર ખાતે ‘પ્‍લાસ્‍ટેક એક્‍સ્‍પો’નું સમાપનઃ સેલવાસ વાપી સહિત દિલ્‍હી-ચેન્નઈ સુધીના પ્‍લાસ્‍ટિક ઉદ્યોગોએ બતાવેલો રસ: દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વલસાડમાં પત્નીની ગેરહાજરીમાં પતિ પરસ્ત્રીને ઘરમાં લાવતા પત્નીએ બહારથી દરવાજો બંધ કરી અભયમને મદદે બોલાવી

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

દમણ અને સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલરોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

આજે સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપ પ્રમુખનું પદ મહિલા સભ્‍યોને નશીબ થવાની સંભાવના

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

Leave a Comment