December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

મરવડ યુવક મંડળ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.04 : આજે મરવડ ખાતે ‘મરવડ યુવક મંડળ’ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ખુબ જ ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત ઓબીસી મોરચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલ, કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, મરવડ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી સતિષભાઈ પટેલ વગેરે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. મરવડ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રીસતિષભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની સાથે નવચંડી યજ્ઞનો લાભ પણ લીધો હતો.
આ પ્રસંગે મરવડ ગામના દરેક ફળિયામાંથી 7 જોડાઓએ નવચંડી યજ્ઞના હવનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો મોટી સંખ્‍યામાં ભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

વાપી પાલિકા ચૂંટણીમાં વોર્ડ નં.7માં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

નાશિકના કાળીદાસ હોલ ખાતે વલસાડના જાદુગર ડી.લાલ (ધીમંત મસરાણી)ને જાદુ ભૂષણ નેશનલ એવોર્ડથી સન્‍માનકરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

વલસાડ શાકભાજી માર્કેટમાં પાર્કિંગના મામલે થયેલી માથાકૂટમાં ચાર રીક્ષાની તોડફોડ કરી કાચ ફોડયા

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદી પરનો નવો પુલ લોકો માટે ખુલ્લો મુકાયો

vartmanpravah

Leave a Comment