Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.એ ગોવા સ્‍ટેટ કો-ઓ. બેંક લિ. પાસેથી બાકી નિકળતા રૂા.8.68 કરોડ મેળવ્‍યા

આરબીઆઈ દ્વારા લાયસન્‍સ મળ્‍યા બાદ દાદરા નગર હવેલીમાં પણ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની નવી શાખા ખોલવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની એક માત્ર સહકારી બેંક દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકને ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક પાસેથી રૂા.8.68 કરોડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે.
અત્રે યાદ રહે કે, દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું ગોવાસ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડથી 01 એપ્રિલ, 2017ના રોજ વિભાજન કરવામાં આવ્‍યું હતું. ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું વિભાજન થયા બાદ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના સંચાલન માટે એક ગવર્નિંગ બોડીની રચના કરવામાં આવી હતી. તેમના જણાવ્‍યા પ્રમાણે તે સમયે બેંક ઘણી જ ખોટમાં ચાલી રહી હતી. ત્રણ વર્ષ કરતાં વધુ સમય સુધી ગવર્નિંગ બોડીના વહીવટ હેઠળ રહેવા છતાં પણ 3 જૂન, 2020ના રોજ કો-ઓપરેટિવ બેંકમાં વહીવટદારની નિયુક્‍તિ સુધી ચૂકવણી શેર મૂડી માત્ર 7.54 કરોડ હતી અને બેંકનો નોન પરફોર્મિંગ એસેટ્‍સ(એન.પી.એ.) 38 કરોડથી પણ વધુ હતો તથા બેંકના સભ્‍યોની સંખ્‍યા 8018 હતી. જેથી બેંકની વહીવટી અસમર્થતાના કારણે ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ. દ્વારા બેંકોના વિભાજન થવા સમયે દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.નું બાકી લેણું પૂર્ણ રૂપથી સ્‍વીકારાયું નહીં હતું અને મંજૂર રકમની ચૂકવણીમાં પણ વિલંબ કરવામાં આવી રહ્યો હતો. એવી સ્‍થિતિમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં પ્રશાસન દ્વારા બેંકના થાપણદારો અને શેર હોલ્‍ડરોની નાણાંની રકમ અને હિતોને સુરક્ષિત રાખવા માટે બેંકની ગવર્નિંગ બોડીને તાત્‍કાલિક પ્રભાવથી બર્ખાસ્‍તકરવામાં આવી હતી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે બેંકમાં બેંકના વહીવટદારની નિયુક્‍તિ કરી અને બેંકને સંઘપ્રદેશ પ્રશાસન હસ્‍તક લઈ લીધી હતી.
સંઘપ્રદેશ પ્રશાસન હસ્‍તક લીધા બાદ બેંકના વહીવટદાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડની સાથે વિવિધ બેઠકો દ્વારા ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.થી વિભાજીત થયા સમયની બાકી રકમનો હિસ્‍સો મેળવવા પ્રયાસ કરવામાં આવ્‍યા. જેના પરિણામસ્‍વરૂપ દમ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.ના હિસ્‍સાની રકમ ઝડપથી મળવાની શરૂ થઈ. ઝીણવટથી હિસાબ-કિતાબ કરવાના કારણે ખબર પડી કે ગોવા બેંક ઉપર 76 કરોડ(વ્‍યાજ સહિત)થી વધુની રકમ બાકી છે.
અત્રે યાદ રહે કે, વહીવટીતંત્રમાં સુધારો કરવામાં નહીં આવ્‍યો હોત તો દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના શેરહોલ્‍ડરો અને થાપણદારોને આ રકમ કદાચ ક્‍યારેય નહીં મળી શકી હોત.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના વહીવટીદારના અથાક પ્રયાસોના કારણે બેંક દ્વારા પોતાના હિસ્‍સાના 446.21 કરોડ રૂપિયા પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. જેમાં 8.68 કરોડ રૂપિયા 05 ડિસેમ્‍બર, 2023ના રોજ પ્રાપ્ત થયા છે.
અત્રે નોંધનીય છે કે, બેંકના વહીવટદારની નિયુક્‍તિ કર્યા બાદ બેંક લગાતાર નફો રળી રહી છે. જે મુજબ વર્ષ2022-2023ના નાણાંકિય વર્ષમાં બેંક દ્વારા 9.45 કરોડનો લાભ મેળવ્‍યો છે. જેમાં બેંકના શેરધારકોની સંખ્‍યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જેની સંખ્‍યા 31 માર્ચ, 2023ના રોજ 9339 થવા પામી છે. બેંકનો લોન બિઝનેશ અને ડિપોઝિટમાં પણ ઘણો વધારો જોવા મળ્‍યો છે અને બેંકના એન.પી.એ.માં ઘણો ઘટાડો થઈ રહ્યો છે. બેંકની ચૂકવણી મૂડી શેરમાં પણ વધારો થયો છે જે પાછલા નાણાંકિય વર્ષમાં 20.30 કરોડ થયો છે અને એન.પી.એ. ઘટીને 8.47 કરોડ રહ્યો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં બેંક દરરોજ પ્રગતિ તરફ અગ્રેસર છે. લાયસન્‍સની પ્રક્રિયામાં પણ તેના અંતિમ ચરણમાં છે. ત્‍યારબાદ વહેલી તકે દાદરા નગર હવેલી જિલ્લામાં પણ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની નવી શાખા ખોલવામાં આવશે. બેંકના ગ્રાહકોને હજુ ઘણી વધુ સારી સેવાઓ ઉપલબ્‍ધ કરાવવા માટે ડિજિટલ બેંકિંગની શરૂઆત કરવામાં આવશે. જેનાથી ગ્રાહકો નેટ બેંકિંગ અને યુપીઆઈના માધ્‍યમથી તેમની લેવડ-દેવડ સરળતાથી કરી શકશે.

Related posts

ગાંધીનગરમાં વાપીના વિકાસ કાર્યો માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં રિવ્‍યુ બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ યુવા મોર્ચાએ સામરવરણી મંડળ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થા (BAPS) દ્વારા પ્રમુખ સ્‍વામી શતાબ્‍દી મહોત્‍સવનું અમદાવાદમાં તા.15 ડિસેમ્‍બરથી કરાયેલુ ભવ્‍ય આયોજન

vartmanpravah

દમણ પોલીસ દ્વારા સતત 24 દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરી 11 વર્ષના ગુમ થયેલ બાળકને સુરતના કતારગામથી સુરક્ષિત પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ભવ્‍ય આનંદ મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment