December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નવનિયુક્ત આઈ.ઍ.ઍસ. અધિકારી રાહુલ દેવ બૂરાની દમણના ડેપ્યુટી કલેક્ટર (હે.ક્વા.) તરીકે નિયુક્તિઃ વરિષ્ઠ દાનિક્સ અધિકારી મોહિત મિશ્રા સેલવાસના આરડીસી તરીકે નિયુક્ત

વરિષ્ઠ દાનિક્સ અધિકારી ચાર્મી પારેખને પ્રશાસકશ્રીના ઓ.ઍસ.ડી. તરીકેની સુપ્રત કરાયેલી જવાબદારીઃ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની તમામ ભૌગોલિક અને રાજકીય સ્થિતિથી પણ વાકેફ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૧૦: સંઘપ્રદેશ પ્રશાસનમાં નવનિયુક્ત આઈ.ઍ.ઍસ. અધિકારી શ્રી રાહુલ દેવ બૂરાને ડેપ્યુટી કલેક્ટર (હે.ક્વા.)સહ ઍસ.ડી.ઍમ. તરીકે નિયુક્ત કરવા સાથે વધારાના વિવિધ પ્રભાર સુપ્રત કરવામાં આવ્યા છે. જ્યારે વરિષ્ઠ દાનિક્સ અધિકારી શ્રી મોહિત મિશ્રાને આર.ડી.સી. સેલવાસ સહ ઍડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ દાનહ તરીકે નિયુક્ત કરી વધારાના અન્ય ચાર્જ સુપ્રત કરાયા છે.
સુશ્રી ચાર્મી પારેખને જનરલ મેનેજર ઓ.આઈ.ડી.સી.-દમણ સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી(ઓ.ઍસ.ડી.) તરીકેની જવાબદારી સુપ્રત કરાઈ છે.
સુશ્રી ચાર્મી પારેખે દમણ તથા સેલવાસના ડેપ્યુટી કલેક્ટર સહિતની વિવિધ જવાબદારીઓ ખુબ જ નિષ્ઠા અને ખંતથી નિભાવી હતી. તેઓ સંઘપ્રદેશની તમામ ભૌગોલિક અને રાજકીય સ્થિતિથી પણ વાકેફ હોવાથી તેમની પ્રશાસકશ્રીના ઓ.ઍસ.ડી. તરીકેની જવાબદારી પણ પ્રભાવશાળી રીતે નિભાવશે ઍવી આશા પ્રગટ થઈ રહી છે.
અન્ય ફેરબદલીમાં શ્રી શિવમ તેવટિયાને હાયર અને ટેક્નીકલ ઍજ્યુકેશન વિભાગના ડાયરેક્ટર સહ સંયુક્ત સચિવ તરીકેની જવાબદારી સાથે વિવિધ વિભાગો સુપ્રત કરવામાં આવ્યા છે. દાનિક્સ અધિકારી શ્રી અરૂણ ગુપ્તાને દાનહ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી સાથે વિવિધ પ્રભાગો સુપ્રત કરવામાં આવ્યા છે. જ્યારે વરિષ્ઠ દાનિક્સ અધિકારી શ્રી મોહિત મિશ્રાને હેડ ક્વાર્ટર દમણ ખાતે બદલી કરી હજુ કોઈ અખત્યાર સોંપાયો નથી.
સંઘપ્રદેશ પ્રશાસનના વહીવટી અને પોલીસ વિભાગમાં હજુ બદલી તથા વિભાગોની ફેરબદલીનો દૌર ચાલુ રહેશે ઍવી અટકળો પણ પ્રશાસનિક વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે.

Related posts

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયત અને ઉમરગામ પાલિકામાં હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયાપૂર્ણ

vartmanpravah

ચીખલી પોલીસે સાડદવેલથી દારૂ ભરેલ કાર સાથે એકને ઝડપી પાડયોઃ અન્‍ય બે વોન્‍ટેડ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં પોલીસે વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવી સ્‍કૂલ વાહનોને પણ આવરી લેવાની માંગ

vartmanpravah

સૌપ્રથમવાર દીવ ન.પા.ના પ્રમુખ તરીકે અનુ.જાતિ મહિલાની વરણી કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચા ઉપાધ્‍યક્ષ ગુલાબ રોહિતે ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment