Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસ’ની જિલ્લા સ્‍તરીય ઉજવણી પ્રશાસકશ્રીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારની દરેક યોજનાઓ પુરી પારદર્શકતા સાથે કાર્યાન્‍વિતઃ કલેક્‍ટર ડૉ. સૌરભ મિશ્રા

સંઘપ્રદેશને આરોગ્‍ય, ટેક્‍નોલોજી, ફેશન સહિત વિવિધ શિક્ષણનું હબ બનાવવાનું પ્રશાસકશ્રીનું સ્‍વપ્ન
રૂા.92 કરોડના ખર્ચથી દમણ ગવર્નમેન્‍ટ કોલેજ અને રમતના મેદાનનો વિકાસઃ રૂા.રૂા.120.50 કરોડના ખર્ચથી મરવડ હોસ્‍પિટલનું અદ્યતનીકરણ અનેયુટીલિટી ભવનનું થઈ રહેલું નિર્માણ કાર્ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : આજે ‘દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસ’ની ઉજવણીનો જિલ્લા સ્‍તરીય કાર્યક્રમ મોટી દમણ ખાતેના કલેક્‍ટરાલય પરિસરમાં સવારે 9:00 વાગ્‍યે ઉજવવામાં આવ્‍યો હતો.
આજના મુક્‍તિ દિવસના ઔપચારિક કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા જિલ્લા કલેક્‍ટર ડૉ. સૌરભ મિશ્રાએ તિરંગાને લહેરાવી પ્રજાજોગ સંભાષણ આપ્‍યું હતું.
જિલ્લા કલેક્‍ટર ડૉ. સૌરભ મિશ્રાએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ઔદ્યોગિક ગતિવિધિઓના કારણે દમણ એક ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાવાની સાથે એક મીની ભારત તરીકે પણ પોતાની ઓળખ કાયમ કરી છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાત દરમિયાન વિવિધ રાજ્‍યોના લોકોએ પોતાની વેશભૂષા સાથે પ્રધાનમંત્રીશ્રીના કરેલા આદર-સત્‍કારને પણ યાદ કર્યા હતા.
કલેક્‍ટર ડૉ. સૌરભ મિશ્રાએ જણાવ્‍યું હતું કે, પ્રશાસકશ્રીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારની દરેક યોજનાઓ પુરી પારદર્શકતા સાથે લાગુ કરવામાં આવી રહી છે અને પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં પ્રદેશે ઉચ્‍ચ શિક્ષણના ક્ષેત્રમાં અનેક બુલંદીઓ પણ હાંસલ કરી છે. પ્રશાસકશ્રીનું સંઘપ્રદેશને આરોગ્‍ય, ટેક્‍નોલોજી, ફેશન અને વિવિધ શિક્ષણનું હબ બનાવવાનુંસ્‍વપ્ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ડૉ. સૌરભ મિશ્રાએ માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, લગભગ રૂા.92 કરોડના ખર્ચથી દમણ ગવર્નમેન્‍ટ કોલેજ અને રમતના મેદાનનો વિકાસ તથા દાભેલમાં લગભગ રૂા.2 કરોડના ખર્ચથી નવી સ્‍કૂલના ભવનનું નિર્માણ કાર્ય પ્રગતિ ઉપર છે. આરોગ્‍યના બુનિયાદી ઢાંચાને મજબૂત બનાવવા માટે 93 આરોગ્‍ય અને કલ્‍યાણ કેન્‍દ્ર સ્‍થાપિત કરાયા છે. પટલારા, કચીગામ, ડુંગરી ફળિયા અને મગરવાડામાં 4 નવા આરોગ્‍ય અને કલ્‍યાણ કેન્‍દ્રોનું નિર્માણ કાર્ય પ્રગતિ ઉપર હોવાની પણ માહિતી આપી હતી. તેમણે વેટ અને યુ.ટી. જી.એસ.ટી.માં જિલ્લા પ્રશાસને અત્‍યાર સુધી રૂા.404 કરોડ ટેક્‍સના રૂપે પ્રાપ્ત કર્યા હોવાની માહિતી પણ આપી હતી.
કલેક્‍ટર ડૉ. સૌરભ મિશ્રાએ જણાવ્‍યું હતું કે, મરવડમાં રૂા.120.50 કરોડના ખર્ચથી અદ્યતન સુવિધાઓથી સભર 300 બેડની નવી હોસ્‍પિટલ અને યુટીલિટી ભવનનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કડીમાં રૂા.83 કરોડના ખર્ચથી મરવડમાં નર્સિંગ કોલેજ અને હોસ્‍ટેલ નિર્માણ કાર્ય પણ વહેલી તકે શરૂ કરાનારૂં હોવાની જાણકારી આપી હતી. ભીમપોરમાં લગભગ રૂા.54 કરોડના ખર્ચથી ટ્રાન્‍સપોર્ટ નગરનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેનું લગભગ 30 ટકા કામ પૂર્ણ થયું હોવાની પણ માહિતી આપી હતી. દમણમાં રૂા.58 કરોડનાખર્ચથી આધુનિક એરપોર્ટ ટર્મિનલનું કાર્ય પણ ચાલી રહ્યું છે અને જેનું લગભગ 70 ટકા કામ પુરૂં થઈ ગયું હોવાની પણ જાણકારી આપી હતી.
દમણ જિલ્લાની સડકોનું વિસ્‍તૃતિકરણ, સુદૃઢીકરણ, સૌંદર્યકરણ, પાઈપલાઈન મારફત જળ આપૂર્તિ, વોટર ટેન્‍ક તથા બ્રિજના નિર્માણ જેવી અનેક પરિયોજનાઓ ઉપર કામ કરવામાં આવી રહ્યું હોવાની પણ માહિતી આજના મુક્‍તિ દિન પ્રસંગે પોતાના સંભાષણમાં આપી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણ ન.પા.ના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), ગુજરાત પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલ, ઔદ્યોગિક અને હોટલ ગૃહોના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, પ્રશાસનિક અધિકારીઓ અને કર્મચારીઓ તથા શાળાના બાળકો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

થર્ટી ફર્સ્ટની દમણમાં ફીકકી ઉજવણી બારો તથા ધાબાઓના ટેબલો ખાલી જોવા મળ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સૂચનાથી દમણના કોળી પટેલ સમાજના હોલમાં તા.22મી ડિસે.એ યોજાનારો રોજગાર મેળો

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપે મનાવેલો વિજયોત્‍સવ : દમણ-સેલવાસમાં ભાજપે કાઢેલી રેલી

vartmanpravah

રીંગણવાડા ખાતે ક્રેન દ્વારા ટ્રકમાં મશીન ટ્રાન્‍સફર કરાતા થયેલા ટ્રાફિક જામમાં ધિંગાણું: ક્રેનના ડ્રાયવર અને સહયોગીને ઢોર માર મરાયો

vartmanpravah

વાંસદા તાલુકાના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી માર્ગ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ : જાહેરનામું બહાર પડાયું

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્નોત્‍સુકોનો પરિચય મેળો યોજાશે

vartmanpravah

Leave a Comment