Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર જાણીતા વોલીબોલ ખેલાડી રાહુલ કાલીયાવાડનું વિચિત્ર રોડ અકસ્‍માતમાં કરુણ મોત

આગળ જતી ટ્રકનું ટાયર નિકળી રાહુલની બાઈકને અથડાતા પાછળથી આવેલ ટ્રક ફરી વળતા ઘટના સ્‍થળે મોત થયું હતું

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.24: વલસાડ હાઈવે ઉપર શનિવારે બપોરે વોલીબોલ સિતારા રાહુલ કાલીયાવાડનું અકસ્‍માતમાં મોત નિપજ્‍યું હતું. બાઈક લઈને નવસારી જઈ રહ્યા હતા ત્‍યારે આગળ જતી ટ્રકનું ટાયર નિકળી બાઈકને અથડાયું હતું. બાઈક સ્‍લીપ થઈ જતા પાછળ આવતી ટ્રક બાળક ઉપર ફરી વળતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો.
નવસારી રહેલા જાણીતા વોલીબોલ ખેલાડી રાહુલ કાલીયાવાડ વલસાડ જુજવા ગામે સાસરીમાં આવ્‍યા હતા. તેમની બાઈક નં.જીજે 21 ડીએ 0926માં પરત નવસારી જઈ રહ્યા હતા ત્‍યારે આગળ જતી ટ્રકનું સ્‍પેર ટાયર અચાનક નિકળીને બાઈક સાથે અથડાતા રાહુલની બાઈક સ્‍લીપ મારી ગઈ હતી. આ ગોજારી ક્ષણે પાછળથી આવતી ટ્રક બાઈક ઉપર ફરી વળતા રાહુલનું ઘટના સ્‍થળે કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું.

Related posts

કપરાડા અંભેટી ગામે પોલીસ સ્‍વાંગમાં આવેલ 5 ઈસમો ઘરમાં ઘૂસી રૂા.2.20 લાખ લૂંટ કરનારા ગેંગના બે આરોપી ઝડપાયા

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પ્રસાર થનાર ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદનનું જાહેરનામું સરકાર દ્વારા રદ્‌ કરાતા ‘કહી ખુશી કહી ગમ’નો માહોલ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના 177 બાળકોએ ઞ્‍ધ્‍-ત્‍મ્‍ 2022 ની પરીક્ષા આપી

vartmanpravah

દમણ શહેરના પાંચ યુવાનોએ ભાજપમાં કરેલો પ્રવેશ

vartmanpravah

સંઘપ્રદેશમાં કોરોના કેસોમાં મળી રહેલી રાહતઃ દાનહ-દમણમાં 3-3 અને દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકીના સામરાજ્‍યનું સરનામું : કચેરીમાં પારાવાર ગંદકી ચોમેર પથરાયેલી છે

vartmanpravah

Leave a Comment