Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાનહના માંદોની ગ્રા.પં.ના પટેલપાડા અને આંબેચીમાળ ગામમાં વિકટ બનેલી પાણીની સમસ્‍યાઃ ગામની બહેનોએ જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

જાહેર બાંધકામ વિભાગમાં ડયુટી ઉપર તૈનાત કર્મચારીઓ કામ ઉપર ધ્‍યાન નહીં આપતાં હોવાથી પેદા થયેલી સમસ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારમાં આવેલ માંદોની પટેલાદના પટેલપાડા અને આંબેચીમાળ ગામમાં પીવાના અને વપરાશમાં લેવાતા પાણીની સમસ્‍યા ખૂબ જ વિકટ બની હોવાની ફરિયાદ ગામની મહિલાઓએ જિલ્લા કલેક્‍ટરને કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે માંદોની પટેલાદના પટેલપાડા અને આંબેચીમાળ ગામની મહિલાઓએ જિલ્લા કલેક્‍ટરને રજૂઆત કરતા જણાવ્‍યું છે કે, છેલ્લા કેટલાક મહિનાથી કૂવામાં પાણી હોવા છતાં તથા પાઈપલાઈન પણ હોવા છતાં અઠવાડિયામાં એક જ દિવસ પાણી આપવામાં આવી રહ્યું છે અને તે પણ ફક્‍ત અડધો કલાક જ આપવામાં આવે છે. પ્રધાનમંત્રીશ્રીની ‘હરઘર નલ સે જલ’ યોજના અંતર્ગત દરેક ઘરોમાં નળ પણ લગાવવામાં આવેલ છે. પરંતુ જ્‍યારથી નળ લાગ્‍યા ત્‍યારથી પાણી જ નહીં આવતાં લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. પાણીની વિકટ બનેલી સમસ્‍યા અંગે પમ્‍પ ઓપરેટર અને સરપંચને પણ જાણ કરવા છતાં સમસ્‍યાનું સમાધાન નહીં થયું હોવાનું જણાવાયું હતું.
માંદોનીના પટેલપાડા અને આંબેચીમાળમાં અઢીસોથી વધુ ઘરો આવેલા છે. જાહેર બાંધકામ વિભાગમાં ડયુટી ઉપર તૈનાત કર્મચારીઓ પણ કામ ઉપર ધ્‍યાન નહીં આપતાં આ સમસ્‍યા પેદા થઈ છે. જેથી ગામની મહિલાઓએ કલેક્‍ટરશ્રીને વિનંતી કરી આ બે ગામમાં પાણી સમયસર મળતુ થાય તેવી વ્‍યવસ્‍થા કરવા તાકિદ પણ કરી છે.

Related posts

દાનહ અને દમણ-દીવના દરેક જિલ્લામાં અનુ.જાતિ મોર્ચા દ્વારા મૌન-ધરણાં યોજાયા

vartmanpravah

ભામટી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં 76 સ્‍વતંત્રતા દિવસની આનંદ-ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

વલસાડ તાલુકા ના ધરાસણા ગામ ના ચિલ્ડ્રન હોમ ની બાળાઓ ને વસ્ત્રો નું વિતરણ કરાયું

vartmanpravah

દીવના વણાકબારાથી 150 કિલોમીટર દૂર જલારામ કૃપા બોટમાં પાણી ભરાતા દરિયામાં ગરકાવ: ખલાસીઓનો બચાવ

vartmanpravah

Leave a Comment