Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણ કિલ્લાની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણઃ કિલ્લા પરિસરની અંદર ઔર વધુ સૌંદર્યકરણ માટે અધિકારીઓને આપેલા દિશા-નિર્દેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે સાંજે મોટી દમણ કિલ્લાની મુલાકાત લઈ ઉપસ્‍થિત અધિકારીઓ અને કર્મચારીઓને કિલ્લા પરિસરની અંદર સૌંદર્યકરણ માટે જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કિલ્લા તરફ ફરવા આવેલા પ્રવાસીઓ સાથે પણ વાતચીત કરી તેમના અનુભવની જાણકારી મેળવી હતી. તેમણે પ્રવાસીઓને દમણ પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા તો નથી પડી? તે બાબતે પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે મોટી દમણ કિલ્લાના નવજીવન માટે અથાક પ્રયાસો કર્યાછે. પહેલાં કિલ્લા ઉપર સરળતાથી ફરી શકવાની કોઈ શક્‍યતા જ નહીં હતી. ઠેર ઠેર ઝાડ, ઝાંખરા અને ગંદકીથી પથરાયેલો કિલ્લાના ઉપરનો વિસ્‍તાર હતો. પ્રશાસકશ્રીએ એક છેડેથી બીજા છેડા સુધી સરળ અને સહજતાથી અવાગમન થઈ શકે એવી વ્‍યવસ્‍થા ઉભી કરવા પોતાના તનતોડ પ્રયાસો કર્યા હતા. જેના પરિણામે આજે દમણના દરિયા કિનારાની સાથે સાથે મોટી દમણ કિલ્લો પણ જોવા લાયક બન્‍યો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મોટી દમણ કિલ્લાની મુલાકાત દરમિયાન નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, દમણ કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા તથા પ્રશાસકશ્રીના ઓ.એસ.ડી. સુશ્રી ચાર્મી પારેખ સહિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળાનું આયોજન

vartmanpravah

વાપી સ્ટાર્ટઅપ કોમ્યુનિટી દ્વારા વુમન્સ-ડે ની ઉજવણી અંતર્ગત વુમન્સ ઍચિવેર્સ ઍવોડર્સ-૩ અને ફાયર સાઈડ ચેટ ઍપિસોડ-૨નું કરાયેલું આયોજન

vartmanpravah

દહાડ પ્રાથમિક શાળા જમીન પ્રકરણમાં નવી બોટલમાં જૂનો દારૂ એ પણ બનાવટી જેવો સામે આવી રહેલો ઘાટ

vartmanpravah

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

નવસારી જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકમાં આદર્શ મતદાન મથક ઉભું કરતું ચૂંટણી તંત્ર

vartmanpravah

દાનહમાં જો કોઈ ઉદ્યોગ કે કોન્‍ટ્રાક્‍ટરે લઘુત્તમ વેતન ધારાનો ભંગ કર્યો તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશેઃ દાનહના શ્રમ ઉપ આયુક્‍ત ચાર્મી પારેખે જારી કરેલો સરક્‍યુલર

vartmanpravah

Leave a Comment