October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

નવા વર્ષની ઉજવણીને અનુલક્ષી દારૂ પી ને વાહન ચલાવનારાઓને પકડવા દાનહ અને ગુજરાત પોલીસે સંયુક્‍ત રીતે હાથ ધરેલું અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 31 : 2023ની 31મી ડિસેમ્‍બરે અને 2024ના નવા વર્ષની ઉજવણી નિમિત્તે કોઈ અનિચ્‍છીય બનાવ નહીં બને તે માટે અને દારૂ ઢીંચીને વાહનો ચલાવનારા ચાલકો સામે પગલાં ભરવા કેન્‍દ્ર શાસિત દાદરા નગર હવેલી અને ગુજરાત પોલીસે સંયુક્‍ત રીતે પ્રદેશની વિવિધ સીમાઓ ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દીધો હતો. જેમાં પીપરીયા પુલના લવાછા તરફના છેડા પર, નરોલી ચેકપોસ્‍ટ અને દાદરા ચેકપોસ્‍ટની આગળ તેમજ દાનહની રાંધા પાસે ગુજરાત સીમાડાએ ચાંપતો પહેરો ગોઠવ્‍યો હતો.
દાદરા નગર હવેલીમાંથી ગુજરાત તરફ આવતા-જતાં વાહનોનું ચેકિંગ કરવામાં આવ્‍યું હતું. દરમિયાન વ્‍યક્‍તિઓ ‘ડ્રન્‍ક એન્‍ડ ડ્રાઈવ’ કરી રહ્યા છે કે નહીં તેની ચકાસણી કરવા માટે પોલીસ દ્વારા મશીનથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિક નિયમોના ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
થર્ટીફર્સ્‍ટના દિવસે દારૂ નહીં પીવા લોકોને ગુજરાત પોલીસ દ્વારા ટકોર પણ કરીહતી અને સૂચના પણ આપવામાં આવી હતી કે જો કોઈ ગુજરાતની હદમાં નશાની હાલતમાં પકડાશે, તો તેઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહિ આવશે અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. છતાંપણ ‘કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી’ એ કહેવતને સાર્થક કરતા હોય એ રીતે લોકો મનમાની કરી ફક્‍ત એક દિવસ નશો નહીં કરવાના બદલે તે જ દિવસે નશો કરી પોલીસના હાથે ઝડપાયા હતા. વિવિધ સીમાઓ ઉપર કેટલાક વાહનોમાંથી દારૂની બોટલો પણ પકડાવા પામી હતી તેવા સામે પોલીસે કડક હાથે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી.

Related posts

ઉમરગામ તાલુકામાં દવાની 13 દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

સેલવાસના સ્‍કાયહાઇટ્‍સ સોસાયટીના લોકોએ વાઇન શોપનો વિરોધ કર્યો

vartmanpravah

સરપંચ મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં દમણવાડાની બાલ ગંગાધર તિલક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં જન ભાગીદારી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ઉદ્યોગોના કારણે થયેલું અજવાળું: સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

વાપી સલવાવમાં 4 ફેબ્રુઆરીએ લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો યોજાશે

vartmanpravah

Leave a Comment