Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની ‘NIFT’નું ‘કન્‍વર્જ-2023’માં શાનદાર પ્રદર્શનઃ મળેલો પ્રતિષ્‍ઠિત જ્‍યુરી એવોર્ડ

બિહારના પટના ખાતે કન્‍વર્જ-2023 અંતર્ગત સાહિત્‍યિક સાંસ્‍કૃતિક અને રમતગમત સ્‍પર્ધાના ત્રિ-દિવસીય રાષ્‍ટ્રીય કાર્યક્રમનું થયું હતું આયોજનઃ National Institute of Fashion Technology (NIFT) દમણ કેમ્‍પસના વિદ્યાર્થીઓએ પોતાની અદ્‌ભૂત પ્રતિભા અને સિદ્ધિઓનું કરેલું પ્રદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : તાજેતરના ‘‘કન્‍વર્જ-2023”માં, પટનામાં સાહિત્‍યિક, સાંસ્‍કૃતિક અને રમતગમતની સ્‍પર્ધાઓનો સમાવેશ કરતી પ્રતિષ્ઠિત ત્રિ-દિવસીય રાષ્ટ્રીય કાર્યક્રમમાં, National Institute of Fashion Technology (NIFT) દમણ કેમ્‍પસના વિદ્યાર્થીઓએ અદભૂત પ્રતિભા અને સિદ્ધિઓનું પ્રદર્શન કર્યું હતું. વિવિધ NIFT કેન્‍દ્રોના 1000થી વધુ વિદ્યાર્થીઓએ આ ઇવેન્‍ટમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
સ્‍ટુડન્‍ટ ડેવલપમેન્‍ટ એક્‍ટિવિટી ક્‍લબના પ્રમુખ ડૉ. રાહુલ કુશવાહ તેમજ રાજ નંદિની અને વિશ્વનાથ કુમારના માર્ગદર્શન હેઠળ NIFT દમણની ટીમે શ્રેષ્ઠતા દર્શાવી હતી. તેમની અદ્‌ભૂત સાંસ્‍કૃતિક પરેડને ઓળખીને, જ્‍યુરીએ NIFT દમણને વિશેષ એવોર્ડ એનાયત કર્યો અને કેમ્‍પસને મોસ્‍ટ ડિસિપ્‍લીનનું બિરુદ આપ્‍યું હતું.
જેમાં ફેશિયલ કોમ્‍પિટિશન, સ્‍ટેન્‍ડઅપ કોમેડી, શોર્ટ ફિલ્‍મ પ્રેઝન્‍ટેશન,કેરમ અને 400 મીટર દોડમાં વિદ્યાર્થીઓની પ્રશંસા થઈ અને કેમ્‍પસની ઓળખમાં ફાળો આપ્‍યો હતો. આ સિદ્ધી ડાયરેક્‍ટર ડૉ. સંદીપ સચાને ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા અને દમણના વિદ્યાર્થીઓને કેન્‍દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનના સહયોગ બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દાનહ લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલાએ પ્રચંડ રેલી યોજી ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

દાનહ-ખડોલીની સિદ્ધિવિનાયક સ્‍ટીલ કંપનીમાં બીઆઈએસ ટીમની રેડ

vartmanpravah

હોળી ધૂળેટીના પર્વમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

વલસાડની 7 વર્ષિય જૈવી ભાનુશાલી કુડો નેશનલ ચેમ્‍પિયનશીપમાં ચેમ્‍પિયન બની

vartmanpravah

વાપી જીઆઈડીસીમાંથી ચોરી કરેલ બે બાઈકો સાથે આરોપી ઝડપાયો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર ઉપર સંસદને પોતાના અને પરિવારના અંગત સ્‍વાર્થ માટે ગુમરાહ કરવાનો પ્રદેશ ભાજપે લગાવેલો ગંભીર આરોપ

vartmanpravah

Leave a Comment