September 11, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

કે.એલ.જે. ગ્રુપ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝના સંસ્‍થાપક કનૈયાલાલ જૈનના જન્‍મદિવસ નિમિતે સીલી સ્‍થિત કંપનીના યુનિટ-2ના પરિસરમાં રક્‍તદાન શિબિર યોજાઈ: 215 યુનિટ એકત્ર કરાયેલું રક્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના સીલી ગામે આવેલ કે.એલ.જે. ગ્રુપ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝના યુનિટ-2ના પરિસરમાં કંપનીના સંસ્‍થાપક શ્રી કનૈયાલાલ જૈનના જન્‍મદિવસ નિમિતે રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ અને ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીનો પણ સહયોગ રહ્યો હતો.
શિબિરનો શુભારંભ દા.ન.હ.ના એસ.પી. શ્રી અમિત શર્માના હસ્‍તે રીબીન કાપીને અને ઉપસ્‍થિત અતિથિઓના હસ્‍તે દીપ પ્રાગટયથી કરવામાં આવ્‍યો હતો. શિબિરમાં મોટી સંખ્‍યામાં કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ તથા કામદારોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેમાં 215 યુનિટ જેટલું રક્‍ત એકત્ર થયું હતું.
આ અવસરે કે.એલ.જે. ગ્રુપના જી.એમ. શ્રી આર.સી.ગુપ્તા, જનરલ મેનેજર શ્રી આર.પી.શર્મા, શ્રી વિપુલ પરમાર, શ્રી અનિલ જૈન, લાયન્‍સ ક્‍લબના પ્રમુખ લા. વિનોદ અમેરિયા અને ઉદ્યોગપતિ શ્રી અતુલ શાહ તથા ઇન્‍ડિયયન રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

દાનહમાં આદિવાસી જંગલ જન જીવન આંદોલન ફરી સક્રિય બને છે

vartmanpravah

દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને નવા સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવા કલેક્‍ટર અને શિક્ષણ સચિવ સમક્ષ ગુલાબ રોહિતે કરેલી માંગ

vartmanpravah

અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

vartmanpravah

દમણ અને દીવલોકસભા બેઠક માટે સાંસદ લાલુભાઈ પટેલ પછી કોણ? જાગેલી ઉત્‍સુકતા

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીમાં પુરવઠા મામલતદાર નિયત કરાયેલા દિવસે ઉપસ્‍થિત ન રહેતા અરજદારોને પડી રહેલી હાલાકી

vartmanpravah

Leave a Comment