October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણ જિલ્લા પંચાયત અને સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

હંમેશા હકારાત્‍મક અભિગમ રાખી આગળ વધવા પ્રશાસકશ્રીએ પ્રતિનિધિ મંડળને આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લઈ નવા વર્ષની શુભેચ્‍છા આપી હતી અને વૈશ્વિક સ્‍તર ઉપર લક્ષદ્વીપના થયેલા વિકાસ પ્રચાર અને પ્રસાર ઉપર અભિનંદન આપ્‍યા હતા.
દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો દાદરા નગર હવેલી અને દમણ-દીવની સાથે લક્ષદ્વીપના પણ કરેલા ઐતિહાસિક વિકાસ બદલ આભાર પ્રગટ કરવાની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યે કૃતજ્ઞતા પણ પ્રગટ કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લા પંચાયત અને સરપંચોના પ્રતિનિધિ મંડળને હંમેશા હકારાત્‍મક અભિગમ રાખી આગળ વધવાનું માર્ગદર્શન આપ્‍યું હતું. તેમણે પ્રતિનિધિ મંડળ સાથે ખુબ જ આત્‍મિયતાથી વાતચીત પણ કરી હતી અને પ્રતિનિધિ મંડળ પ્રશાસકશ્રીની મુલાકાતથી સ્‍વયંને ખુબ જ પ્રસન્ન અને આનંદિત પણ મહેસૂસ કર્યા હતા.

Related posts

દાનહના ધાપસા ટર્નિંગ પર ટેન્‍કર પલ્‍ટી જતા ઓઇલ ઢોળાયું

vartmanpravah

દાનહમાં અલુણા વ્રત અને જયાપાર્વતી વ્રતનો પ્રારંભ કરાયો

vartmanpravah

વાપીમાં ગણેશ આયોજકોનું કલેક્‍ટર દ્વારા સન્‍માન કરાયું: પ્રથમ, દ્વિતિય, તૃતિય વિજેતા જાહેર કરાયા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ડાયટ એન્‍ડ બાયોમાર્કર્સ સ્‍ટડી ઇન્‍ડિયા(ડીએબીએસ-આઇ)નો શુભારંભ

vartmanpravah

વલસાડની ચણવઈ પીએચસીમાં સિકલસેલ ડીસીઝના દર્દીઓની તબીબી તપાસ કેમ્પ યોજાયો

vartmanpravah

સેલવાસની જિલ્લા કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર ખાનવેલના આરોપીને ફટકારેલી દસ વર્ષની કઠોર જેલની સજા

vartmanpravah

Leave a Comment