October 23, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘દીવ બીચ ગેમ્‍સ-2024’માં ખાનવેલ શાળાના વિદ્યાર્થીઓએ મલખમ્‍બ સ્‍પર્ધામાં રજત પદક જીતેલા વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

મરાઠી માધ્‍યમની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા ખાનવેલના આદિવાસી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્‍તરે રોશન કરેલું દાનહ અને દમણ-દીવનું નામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.17 : દીવના ઘોઘલા બીચ પર યોજાયેલા ‘દીવ બીચ ગેમ્‍સ-2024’માં રાષ્ટ્રીય સ્‍તરની સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા ખાનવેલ – મરાઠી માધ્‍યમના વિદ્યાર્થી શ્રી ગોવિંદ રમણ ખાનજોડે અને શ્રી મનિષ કિશન પાખીએ મલખમ્‍બ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેમણે દાનહ અને દમણ-દીવનું પ્રતિનિધિત્‍વ કરતા દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું. દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કરવા બદલ શ્રી ગોવિંદ રમણ ખાનજોડે અને શ્રી મનિષ કિશન પાખીને રજત પદક એનાયત કરવામાં આવ્‍યો હતો અને સાથે ટ્રોફી તથા પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

સંઘપ્રદેશના આદિવાસી વિદ્યાર્થીઓએ રાષ્‍ટ્રીય સ્‍તરની રમતમાં ઉત્‍કૃષ્‍ઠ પ્રદર્શન કરી સમગ્ર પ્રદેશનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓએ શુભકામના પાઠવી હતી. શાળાના આચાર્ય શ્રી સલીમ ડિંગણકર અને શિક્ષકોનો અને શિક્ષણ વિભાગના અધિકારીઓનો સહયોગ રહ્યો છે. શાળાપરિવારે બન્ને વિજેતા વિદ્યાર્થીઓનું સન્‍માન કરી એમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભકામના આપી હતી.

Related posts

દાનહ-દમણ-દીવમાં ચાલી રહેલા સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે 2023 અંગે દમણ સચિવાલયમાં યોજાયેલી પત્રકાર પરિષદ: આરોગ્‍ય સેવાઓ સુધારવા માટે શ્રેષ્ઠ નીતિ તૈયાર કરવાનો પ્રયાસઃ આરોગ્‍ય સચિવ ટી. અરૂણ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે દૂધની અને કૌંચા પંચાયતથી લોકોની વચ્‍ચે જઈ આભાર માનવાની કરેલી શરૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓ પ્રત્‍યેક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલથી જશે તેવા નિર્ણયનો ફિયાસ્‍કો

vartmanpravah

દાનહના મોરખલથી વારણા તરફ જતો માર્ગ અત્‍યંત બિસ્‍માર અને ખખડધજઃ વાહનચાલકો અને રાહદારીઓને પડી રહેલી મુશ્‍કેલી

vartmanpravah

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah

બુધવારે દમણવાડા ગ્રા.પં. કાર્યાલય ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment