October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદેશ

કચીગામ ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાનો વાર્ષિક રમતોત્‍સવ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : આજે કચીગામ ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા કચીગામનો વાર્ષિક રમતોત્‍સવ ખુબ જ ઉત્‍સાહની સાથેયોજાયો હતો. જેનો શુભારંભ દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના હસ્‍તે ધ્‍વજારોહણ અને મશાલ પ્રગટાવીને કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ઉમેશ હળપતિને સ્‍વાગત પ્રવચન કર્યું હતું. દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભ્‍યાસની સાથે રમતગમતમાં આગળ વધવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા. તેમણે શાળાના તમામ શિક્ષક ભાઈ-બહેનો અને ખાસ કરીને થોડા સમયમાં શાળાના બાળકોને રમત રમવા તૈયાર કરનારા રમત શિક્ષક શ્રી મનોજ પટેલની પ્રશંસા કરી હતી. આ વાર્ષિક રમતોત્‍સવમાં શાળાના વિદ્યાર્થીઓએ ખુબજ આનંદ અને ઉત્‍સાહથી ભાગ લીધો હતો તેમની પ્રતિભા દર્શાવી હતી.

Related posts

વાપી ચલા મહાલક્ષ્મીનગર કોમન પ્‍લોટ ઉપર અજાણ્‍યા લોકોની ફેન્‍સિંગ કરી પચાવી પાડવાની કરેલી કોશિષ

vartmanpravah

vartmanpravah

વલસાડની યુવતી સાથે મિત્રતા કેળવી અશ્‍લિલ વીડિયો બનાવી બ્‍લેક મેઈલ કરતો હૈદરાબાદનો આરોપી ઝડપાયો

vartmanpravah

નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરાયેલીઉજવણી

vartmanpravah

વાપી ગુંજનમાંથી ફોન સ્‍નેચિંગ કરતા બે લબર મુછીયા ઝડપાયા : મોપેડ અને ત્રણ મોબાઈલ પોલીસે જપ્ત કર્યો

vartmanpravah

181-કપરાડા વિધાનસભામાં પ્રિસાઈડીંગ અને આસિસ્‍ટન્‍ટ પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment