October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

35મા ‘માર્ગસુરક્ષા મહિના’ અંતર્ગત દમણમાં વાહનવ્‍યવહાર વિભાગે યોજેલી નેત્ર ચિકિત્‍સા શિબિર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં ઉજવાઈ રહેલા 35મા ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના’ દરમિયાન આજે દમણ જિલ્લાના વાહનવ્‍યવહાર વિભાગમાં લોકો ખાસ કરીને ઓટોરિક્ષા અને ટેક્‍સીચાલકો માટે ‘આંખની તપાસ શિબિર’નું આયોજન કરવામાં આવ્‍યું હતું.
વાહન વ્‍યવહાર સચિવ શ્રી નિખિલ દેસાઈના માર્ગદર્શન હેઠળ મોટર વાહન નિરીક્ષક શ્રી બિપીન પવારે આ અભિયાનનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. શિબિરમાં મેડીકલ વિભાગ અને દમણના તબીબો તથા અન્‍ય તબીબી સહાયકોએ રીક્ષા અને ટેક્‍સીચાલકો તથા અન્‍ય વાહનોના ચાલકોની પણ આંખોની બારીકાઈથી તપાસ કરી હતી. આ પ્રસંગે લોકોને સંબોધતા વાહનવ્‍યવહાર વિભાગના નિરીક્ષક શ્રી બિપિન પવારે જણાવ્‍યું હતું કે, ભારત સરકારની સૂચના મુજબ સંઘપ્રદેશ પરિવહન વિભાગ 15 જાન્‍યુઆરીથી 14 ફેબ્રુઆરી, 2024 દરમિયાન ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો’ ઉજવી રહ્યું છે. વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ઉત્‍સાહભેર ભાગ લેવાતેમણે લોકોને અપીલ કરી હતી. તેમણે નેત્ર ચિકિત્‍સા શિબિરમાં ભાગ લેનાર લોકોને જણાવ્‍યું હતું કે જેમને ચશ્‍માની જરૂર છે તેમને પણ ચશ્‍મા આપવામાં આવશે.
અંતે આભારવિધિ સાથે શિબિરનું સમાપન કરવામાં આવ્‍યું હતું.

Related posts

કર્ણાટકમાં કોંગ્રેસ વિજેતા બનતા સેલવાસમાં વિજયોત્સવ મનાવ્યો

vartmanpravah

ઉમરગામમાં બાળકી સાથે થયેલ જધન્‍ય ઘટના અંગે સાંસદ ધવલ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળી ત્‍વરિત ન્‍યાય માટે રજૂઆત કરી

vartmanpravah

અંતે ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીએ નમતું જોખી વલસાડમાં હંગામી ફટાકડાના વેપારીઓના વીમા લેવાનું શરૂ કર્યું

vartmanpravah

વાપીમાં યુવા બોર્ડની બેઠક મળી: દરેક તાલુકા-પાલિકા વિસ્‍તારમાં ‘‘સ્‍વામી વિવેકાનંદ વન” અભિયાન હાથ ધરાશે

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં ભારે પવન સાથે વરસાદઃ કેટલાક ગામોમાં કરા પડયા

vartmanpravah

ચીખલી તાલુકામાં વંકાલ હાઈસ્‍કૂલ અને મલિયાધરા પ્રાથમિક શાળાનો એક-એક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગ દોડતું થયું

vartmanpravah

Leave a Comment