December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં આગ લાગતા મચેલી દોડધામ

વિસ્‍તારના રહીશો તથા ધંધાર્થીઓદ્વારા આડેધડ ફેંકાતા કચરાના ખડકાયેલા ડુંગરઃ આવા વિસ્‍તારોમાં ‘સ્‍વચ્‍છતા અભિયાન’ની આવશ્‍યકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં અચાનક આગ લાગતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર શ્રી ક્રિષ્‍ના ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયા 66 કેવી આમલી-સેલવાસમાં આજુબાજુના ગાળાવાળાઓએ પુઠા સહિતનો ઘન કચરો ગમે તેમ વેરવિખેર હાલતમાં ફેંકી દીધેલ હોય જેમાં અચાનક કોઈક કારણોસર આગ લાગતા વિસ્‍તારમાં રહેતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. અચાનક ફાટળી નિકળેલી આગના કારણે આજુબાજુના ગાળામાં પણ આગ પકડી લીધી હતી.
ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા તાત્‍કાલિક તેમની ટીમ ધસી આવી હતી અને સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્‍યો હતો, અંતે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટરોને સફળતા મળી હતી.
અત્રે નોંધનીય છે કે, ક્રિષ્‍ના ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તાર તથા આજુબાજુના વિસ્‍તારમાં ઘન કચરાના ડુંગરો ખડકાયેલ છે. ઉપરાંત આ વિસ્‍તારમાં મોટાભાગે પરપ્રાંતિય લોકો લોકો વસવાટ કરી રહ્યા છે. જેઓ તેમનો ઘરનો કચરો પણ ગમે તેમ ખુલ્લામાં ફેંકી દેતા હોય છે. ખડકાયેલા ઘન કચરાના કારણે ફાયર વિભાગનાજવાનોને આગ ઓલવવા માટે અંદર જવામાં ભારે તકલીફનો સામનો કરવા પડયો હતો. સદ્‌નશીબે આગની ઘટનામાં કોઈને પણ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

વાપીમાં ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

ગવાંટકા પ્રા. શાળાની વિદ્યાર્થિની પ્રગતિબેન જાંજર સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાને

vartmanpravah

દમણઃ ‘‘સોનાની થાળીમાં લોઢાની મેખ”

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

vartmanpravah

આહવામાં પાર તાપી રિવરલીંક યોજના વિરુદ્ધ જાહેરસભા બાદ રેલીમાં હજારો આદિવાસીઓ ઉમટયા: પાર તાપી રિવરલીંક યોજનાનો વિરોધ પૂર્વ આદિવાસી પટ્ટી વિસ્‍તારમાં જોર પકડી રહ્યો છે

vartmanpravah

દેશ વિદેશમાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળે તે માટે બાગાયત ખાતાની વિવિધ સહાયનો લાભ લેવા અનુરોધ

vartmanpravah

Leave a Comment