August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : 8 ફેબ્રુઆરીના ગુરુવારની રાત્રિએ નાની દમણ પોલીસ સ્‍ટેશન રોડ પર આવેલી દ્વારકાધીશ સહિત અન્‍ય બે કપડાંની દુકાનોમાં ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં છતના શેડને કાપીને અંદર ઘૂસેલા ચોરટાઓ અંદાજે રૂા. 70 હજારની કિંમતનો સામાન લઈ રફૂચક્કર થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, ગત ગુરૂવારની મધ્‍ય રાત્રિના સુમારે નાની દમણ પોલીસ સ્‍ટેશન રોડ સ્‍થિત નવા ટેક્‍સી સ્‍ટેન્‍ડની આસપાસની દ્વારકાધીશ સહિત અન્‍ય બે કપડાંની દુકાનોના સંચાલકો રાત્રિના તેમની દુકાન બંધકરીને ઘરે જતા રહ્યા હતા. ત્‍યારબાદ મોડી રાત્રિના સમયે અજાણ્‍યા ચોરટાઓએ દુકાનોમાં હાથફેરો કર્યો હતો. રાત્રીના સમયે અજાણ્‍યા ચોરટાઓએ ધાબા પરના શેડને કાપીને અંદર પ્રવેશ કરી દુકાનમાંથી અંદાજે રૂા.65 હજાર અને રેડીમેડ કપડાંની ચોરી કરી હતી. સવારે જ્‍યારે દુકાનોના સંચાલક દુકાન ખોલવા આવ્‍યા ત્‍યારે તેમને ચોરીની જાણ થઈ હતી. તાત્‍કાલિક તેમણે નાની દમણ પોલીસ સ્‍ટેશનને જાણ કરી હતી, જેના આધારે પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી તપાસ કરી હતી અને ચોરીનો ગુનો નોંધ્‍યો હતો.

Related posts

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

રાજસ્‍થાનમાં કરણી સેના રાષ્‍ટ્રિય પ્રમુખની ગોળી મારી કરાયેલ હત્‍યાના પડઘા વલસાડમાં પડયા

vartmanpravah

ચીખલીમાં નવરાત્રી પર્વમાં ઉકળાટ વચ્‍ચે સાંજે પવનના સૂસવાટા સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ગરબામાં રંગમાં ભંગ પડ્‍યો

vartmanpravah

વાપી શહેરમાં ભાજપ સહિત વિવિધ પાર્ટીઓએ 11 વોર્ડ વિસ્‍તારમાં ચૂંટણી પ્રચાર કાર્યાલય ધમધમતા કર્યા

vartmanpravah

દાનહના મસાટ ખાતે સરપંચ રંજીતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ચૌપાલ(ચોતરા) બેઠક યોજાઈ

vartmanpravah

વાપીની શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિર શાળાનું ગૌરવ

vartmanpravah

Leave a Comment