July 22, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદેશપારડીવલસાડવાપીસેલવાસ

આજે દમણના દિલીપનગર ખાતે ‘પ્‍લાસ્‍ટેક એક્‍સ્‍પો’નું સમાપનઃ સેલવાસ વાપી સહિત દિલ્‍હી-ચેન્નઈ સુધીના પ્‍લાસ્‍ટિક ઉદ્યોગોએ બતાવેલો રસ: દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરેલું ઉદ્‌ઘાટન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દમણના દિલીપનગર ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત પ્‍લાસ્‍ટેક એક્‍સ્‍પો-2024નું આજે સમાપન છે. આવતી કાલ તા.17મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ પ્‍લાસ્‍ટેક એક્‍સ્‍પોનો શુભારંભ દમણના જિલ્લા કલેક્‍ટર ડૉ. સૌરભ મિશ્રાએ 15મી ફેબ્રુઆરીના ગુરૂવારે કરાવ્‍યો હતો.
દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના સહયોગથી દમણમાં પહેલી વખત પ્‍લાસ્‍ટિક પ્રોડક્‍ટ, મશીનરી અને રો-મટેરિયલના સંબંધમાં આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર, સેલવાસ, દમણ, દિલ્‍હી તથા ચેન્નઈ જેવા સ્‍થળોએથી પ્રદર્શનકર્તાઓએ ભાગ લીધો હતો.
આ એક્‍સ્‍પોનું ઉદ્‌ઘાટન દમણના કલેક્‍ટર ડૉ. સૌરભ મિશ્રાએ કર્યું હતું અને દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી સત્‍યેન્‍દ્ર કુમાર, ડી.આઈ.એ.ના પૂર્વ પ્રમુખ અનેપોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રેસિડેન્‍ટ શ્રી આર.કે.કુંદનાની સહિત ઉદ્યોગપતિઓએ કાર્યક્રમમાં ભાગ પણ લીધો હતો.

Related posts

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્‍યુપોર્ટની “Deep Work” પુસ્‍તક પર વાર્તાલાપ યોજાયો

vartmanpravah

વાપીમાં મંગળવારે આગના બે બનાવ : જીઆઈડીસી ફોર્ટીશેડ સ્‍થિત કંપનીમાં બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગી વિરાજ કેમિકલમાં સાંજના અચાનક બ્‍લાસ્‍ટ થયા બાદ

vartmanpravah

દમણઃ સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા રીંગણવાડા-અંગ્રેજી માધ્‍યમના શિક્ષિકાઓ રંજનબેન સી. પટેલ અને રેખાબેન આર. પટેલે લીધી સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ

vartmanpravah

હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ દ્વારા શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડિંગ શાળામાં હિન્‍દી વિષય પર વર્કશોપનું સફળ આયોજન

vartmanpravah

ખરડપાડાની ધ સુપ્રીમ ઈન્‍ડસ્‍ટ્રીઝ લી.માં ટોયલેટમાં લપસી પડતાં યુવાનનું થયેલું મોત

vartmanpravah

આવતીકાલે મુખ્‍યમંત્રીનો વાપી પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર મોકુફ

vartmanpravah

Leave a Comment