January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવ

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : આવતી કાલે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ દલવાડાના શ્રી બાસુકીનાથ મંદિરના દર્શન કરી પોતાના ચૂંટણી પ્રચારનો આરંભ કરશે.
સવારે 9:00 વાગ્‍યે દમણ-દીવના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ દલવાડાના સુપ્રસિદ્ધ બાસુકીનાથ મંદિરના આશીર્વાદ લઈ વિધિવત્‌ પોતાના પ્રચારના શ્રીગણેશ કરવાના હોવાની જાણકારી જિલ્લા ભાજપ દ્વારા આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, દમણ-દીવ ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ સ્‍વયં ભોળાનાથ ભગવાન શિવશંકરના ભક્‍ત છે અને ભગવાન ભોળાનાથનીકૃપા પણ તેમની સાથે રહી છે અને 2009થી અત્‍યાર સુધી સમગ્ર દલવાડા ગામ તથા મરવડ પંચાયત શ્રી લાલુભાઈ પટેલની પડખે રહી છે ત્‍યારે આવતી કાલે ભાજપના આગેવાન કાર્યકરો સાથે બાસુકીનાથ મંદિરના દર્શન કરી પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.

Related posts

ધરમપુરમાં રૂા.1.15 કરોડના ખર્ચે નિર્માણ થનાર લાઈબ્રેરીનું ભૂમિપૂજન રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયું

vartmanpravah

દાનહના સામરવરણી ગામે ઝાડ કાપી રહેલ યુવાન પર ડાળી પડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દાનહ પોલીસે મારામારી અને હત્‍યાનો પ્રયાસ કરનાર ચાર આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

પારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ભાદરવા માસમાં વાંસદાના ડેમ ઓવરફલો થતાં આહ્‌લાદક વાતાવરણ સર્જાયું

vartmanpravah

એશિયન યુથ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah

Leave a Comment