October 28, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

મહિલા પી.એસ.આઈ. છાયાબેન ટંડેલે બહેનોને 112 અને 181 નંબરનું સમજાવેલું મહત્ત્વઃ મહિલા સાઈબર ક્રાઈમની પણ આપેલી વિસ્‍તૃત માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરના માર્ગદર્શન મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા સચિવાલય હેઠળ જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર દ્વારા 6ઠ્ઠી માર્ચના બુધવારે સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ઉપ નિવાસી કલેક્‍ટર(હેડ ક્‍વાર્ટર) શ્રીઅમિતકુમાર(દાનિક્‍સ)ના મુખ્‍ય અતિથિ પદે જિલ્લા સ્‍તરીય ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પી.એસ.આઈ. શ્રીમતી છાયાબેન ટંડેલ, રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના શ્રી સચિનભાઈ યાદવ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઉપસ્‍થિત અતિથિઓના હસ્‍તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી.
આ પ્રસંગે પી.એસ.આઈ. શ્રીમતી છાયાબેન ટંડેલે પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. તેમણે ઉપસ્‍થિત બહેનોને 112 અને 181 નંબરનું મહત્ત્વ તથા સાઈબર ક્રાઈમ વિશે વિસ્‍તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના શ્રી સચિનભાઈ યાદવે સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ બનાવવાની પ્રક્રિયા તેમજ તેના દ્વારા બચત કેવી રીતે કરવી તે બાબતે મહિલાઓને વિસ્‍તારપૂર્વક સમજ આપી હતી.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેલા ઉપ કલેક્‍ટર(હેડ ક્‍વાર્ટર) શ્રી અમિતકુમારે મહિલાઓને લગતી માહિતી, વિવિધ સરકારી યોજનાના લાભો તેમજ રેશન કાર્ડ અને એલ.પી.જી.થી થતાં લાભો વિશે માહિતી આપી હતી. ત્‍યારબાદ દીકરીના જન્‍મને વધાવવા માટે અને તેના પ્રચાર-પ્રચાર માટે ‘‘બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત માતાઓને અભિનંદન કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે જિલ્લા બાળ વિકાસ અધિકારી શ્રીમતી નમ્રતા પરમાર, સમાજકલ્‍યાણ વિભાગના કર્મચારીઓ, જિલ્લા બાળ સુરક્ષા એકના કર્મચારીઓ, વન સ્‍ટોપ સેન્‍ટરના કર્મચારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ, ચાઈલ્‍ડ હેલ્‍પ લાઈનના કર્મચારીઓ, વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ, સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનો, મામલતદાર કચેરી-સેલવાસની બહેનો તથા લાભાર્થી મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન, સંકલન અને સંચાલન જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર દાનહ દ્વારા કરવામાં આવ્‍યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈ.સ. 1975માં સંયુક્‍ત રાષ્ટ્ર સંઘે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ” ઉજવવાની માન્‍યતા આપ્‍યા સમગ્ર વિશ્વમાં 8મી માર્ચને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

Related posts

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ઈકો કાર પલટી જતા ભિષણ આગ લાગી : ભડ ભડ આગમાં કાર બળીને ખાખ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવનાનું કરાયેલું વાંચન

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.5 મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજી ખાતે હાઈ કમિશનર પી.એસ.કાર્થિગેયને કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

Leave a Comment