Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

આજે સેલવાસના અટલભવન ખાતે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

એક લાખ કરતા વધુ સરસાઈથી દાદરા નગર હવેલીની બેઠક ઉપર ભવ્‍ય વિજય મેળવી આ બેઠક પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ચરણોમાં ધરવા કાર્યકરોમાં જાગેલો ભારે ઉત્‍સાહ અને આનંદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરના સ્‍વાગત સમારંભનું આયોજન આવતી કાલ તા.16મી માર્ચના રોજ સવારે 11:00 વાગ્‍યે સેલવાસના અટલ ભવન ખાતે કરવામાં આવ્‍યું હોવાની જાણકારી પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી સુનિલ પાટીલ અને શ્રી જીતુ માઢાએ આપી છે.
આવતી કાલે યોજાનારા શ્રીમતી કલાબેન ડેલકરના સ્‍વાગત સમારંભમાં ભાજપના દરેક પ્રદેશ, જિલ્લા અને મંડળના પદાધિકારીઓ, ચૂંટાયેલા તમામ જન પ્રતિનિધિઓ, બૂથ પ્રમુખો અને સક્રિય કાર્યકર્તાઓ તથા સમર્થકોને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા પણ પ્રદેશ ભાજપ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
દાદરા નગર હવેલી લોકસભાની બેઠક એક લાખ કરતા વધુ સરસાઈથી ઐતિહાસિક વિજયી બનાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ચરણોમાં ભેટ ધરવા કાર્યકરોમાં ભારે ઉત્‍સાહ અને આનંદ દેખાઈ રહ્યો છે.

Related posts

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ નો પડઘો’ દાનહ એસપીએ શાળા અને કોલેજના પ્રિન્‍સિપાલો સાથે કરી બેઠક : વિદ્યાર્થીઓની ગતિવિધિ ઉપર રખાશે નજર

vartmanpravah

દાનહ અને દમણ-દીવ સંગઠન મંત્રી વિવેક ધાડકરનામાર્ગદર્શનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મંડળની સંગઠનાત્‍મક બેઠક યોજી

vartmanpravah

..અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગાડીમાંથી ઉતરી નરોલી ચાર રસ્‍તાથી કનાડી ફાટકના રસ્‍તાનું એલાઈન્‍મેન્‍ટ સીધું કરાવ્‍યું

vartmanpravah

પારડીના કીકરલા ગામથી છોટા હાથી ટેમ્‍પો ચોરાયો

vartmanpravah

ચીખલી કાંગવઈના ખેતરમાં દીપડો ફરતો હોવાનો વીડિયો વાયરલ થતાં વન વિભાગે પાંજરૂ ગોઠવવાની હાથ ધરેલી તજવીજ

vartmanpravah

Leave a Comment