September 7, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના બાલદેવી ગામમાં માટી ખનન સ્‍થળે મામલતદારે ટીમ સાથે રેડ પાડી બે ડમ્‍પર અને એક જેસીબી જપ્ત કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના બાલદેવી ગામે પ્રધાનમંત્રી આવાસ નજીક ડુંગર પરથી ગેરકાયદેસર માટી ખનન પ્રવૃત્તિ અટકાવવા સ્‍થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. ત્‍યારબાદ સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલરો અને સ્‍થાનિકોએ જિલ્લા કલેક્‍ટરશ્રીને લેખિત રજૂઆત કરી. માટીમાફિયાઓ દ્વારા ડુંગર ઉપર આવેલી સ્‍મશાન ભૂમિ પાસે ખોદકામ કરી રાત્રિના 10 વાગ્‍યા બાદ જ માટી ખનન પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. ન.પા. કાઉન્‍સિલરોઅને ગામલોકોની રજૂઆતને ધ્‍યાને રાખી મામલતદાર શ્રી સાગર ઠક્કરે ન.પા. સભ્‍યો અને ગ્રામજનોને જણાવેલ કે આ જમીન ખાનગી માલિકીની છે. જ્‍યાંથી માટીના ખોદકામ માટે અરજી આપી માટી ખનનીની પરવાનગી માંગવામાં આવી છે અને ડમ્‍પરોના નંબરો આપવામાં આવેલ એ પણ જેમણે પરવાનગી માટે અરજી કરી હતી તેઓના જ છે. હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જો પ્રશાસન દ્વારા આ જગ્‍યા પરથી માટી ખનનની પરવાનગી આપવામાં આવી હતી તો મામલતદાર અને એમની ટીમે મોડી રાત્રી દરમ્‍યાન અચાનક કેમ માટી ખનનની જગ્‍યા પર રેડ પાડી બે ડમ્‍પર અને એક જેસીબી મશીન જપ્ત કરવામાં આવ્‍યા?
મામલતદારશ્રીએ જપ્ત કરાયેલા ડમ્‍પરો અને જેસીબી સાયલી પોલીસ સ્‍ટેશન પર લઈ જઈ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

Related posts

ચીખલીની સાદકપોર ગ્રામ પંચાયતનું પ્રકરણ વડી અદાલતમાં : અદાલતે નોટિસ પાઠવી ડીડીઓ, ટીડીઓ, તલાટી અને સભ્‍યોને ગુરુવારે હાજરરહેવાનું ફરમાન કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રશાસકશ્રીની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપીમાં આજે આયુષ્‍યમાન કાર્ડ અને શ્રમિક કાર્ડ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

લોકસભાની દમણ અને દીવની બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલનો ઐતિહાસિક વિજય

vartmanpravah

સરીગામની ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

Leave a Comment