June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજકોટના અગ્નિકાંડ બાદ ચીખલીમાં મલ્‍ટી કોમ્‍પલેક્‍સ, મોલ, હોસ્‍પિટલ, હોટેલોમાંફાયર સેફટીની ચકાસણી કરવા ઉઠેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડના અત્‍યંત દુઃખદ બનાવ બાદ માત્ર ગેમઝોનને બંધ કરાવીને સંતોષ માનવાના સ્‍થાને ચીખલીમાં સ્‍થાનિક તંત્ર દ્વારા મલ્‍ટી સ્‍ટોરી બિલ્‍ડીંગોમાં ફાયર-સેફટીની ચકાસણી કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. ચીખલી ઉપરાંત આસપાસના સમરોલી, મજીગામ, થાલા, ખૂંધ, આલીપોર સહિતના ગામોમાં અનેક જાહેર કોમ્‍પ્‍લેક્ષ, હોટલો, હોસ્‍પિટલો, શૈક્ષણિક સંસ્‍થાઓ, મોલ, સરકારી કચેરીઓના એક માળથી વધુના મકાનો છે. અને તે પૈકી ઘણા કોમ્‍પ્‍લેક્ષ, હોસ્‍પિટલો અને સરકારી કચેરીઓમાં લોકોની વ્‍યાપક અવર જવર રહેતી હોય છે.
તેવામાં લોકોની સલામતી માટે સ્‍થાનિક તંત્ર દ્વારા આવા સ્‍થળોએ મકાનોમાં ફાયર સેફટીની ચકાસણી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. જોકે સરકારી કચેરી હોય કે ખાનગી બિલ્‍ડીંગો હોય મોટેભાગે ફાયર સેફટીની વ્‍યવસ્‍થા તો જોવા મળી રહી છે. પરંતુ એ વ્‍યવસ્‍થા ચાલુ હાલતમાં છે કે કેમ તે ચકાસવું જરૂરી છે. બાકી તો ભૂતકાળમાં ચીખલીની એક ખાનગી હોસ્‍પિટલમાં ફાયર સેફટીનું મોકડ્રિલ કરવામાં આવતા જંક જામી જવાથી વાલ્‍વ, પાઈપ વિગેરે કામ જ કરતા ન હોવાનું બહાર આવ્‍યું હતું. અને ગંભીર બેદરકારીબહાર આવવા પામી હતી. આમ દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે તેવી સ્‍થિતિ ન સર્જાઈ તે માટે સ્‍થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોની વધુ અવાર જવર વાળા જાહેર કોમ્‍પ્‍લેક્ષ, હોટલો, હોસ્‍પિટલો સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની સમીક્ષા કરવામાં આવે તે જરૂરી લાગી રહ્યું છે.
ચીખલીના મામલતદાર રાકેશભાઈ જોષીના જણાવ્‍યાનુસાર ફાયર સેફટીની ચકાસણી માટે ઉપરથી કોઈ સૂચના નથી, ઉપરથી સૂચના મળશે તો ફાયર સેફટીની ચકાસણી કરાવી લઈશું.

Related posts

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરના બાળકોએ જી.કે. આઈકયુ 2024 ની પરીક્ષા આપી

vartmanpravah

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાના માતૃશ્રીનું નિધન

vartmanpravah

ઉદવાડા દરિયા કિનારેથી મળેલ શંકાસ્‍પદ પદાર્થ 6 કરોડનું ચરસ હોવાનું બહાર આવ્‍યું

vartmanpravah

લ્‍યો કરો વાત…દમણ ન.પા. દ્વારા છપલી શેરીના ટોયલેટના વપરાશકારો પાસેથી ચાર્જ પણ વસૂલ કરાતો હતો

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ સ્‍થિતરાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

ચીખલીના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે વધુ એકની અમદાવાદથી કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment