એક ગુજરાતી ન્યુઝ ચેનલના એક્ઝિટ પોલ સર્વેમાં વલસાડના 25 પૈકી 22 પત્રકારોએ ધવલ પટેલને વિજેતા દર્શાવ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: આખા દેશની નજર અને ધ્યાન તા.04 જૂનના દિવસ ટકેલ છે. કારણ કે તા.04 જૂનના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. પરંતુ એ પહેલા ભારતની તમામ હિન્દી-ગુજરાતી ન્યુઝ ચેનલે તા.01 શનિવારના રોજ એક્ઝિટ પોલ જાહેર કર્યા હતા. તમામ ચેનલના એક્ઝિટ પોલ ભાજપ એન.ડી.એ. 350 થી 390 સુધી સીટ જીતી વિજય હેટ્રીક લગાડશે તેવો સર્વે જાહેર થયો હતો.
લોકસભા ચૂંટણી એક્ઝિટ પોલ સર્વેમાં ગુજરાતી ન્યુઝ ચેનલો પણ એક્ઝિટ પોલ રજૂ કર્યા હતા તે પૈકી ગુજરાતી એક ન્યુઝ ચેનલએ વલસાડના 25 પત્રકારોને મળી સર્વે કર્યો હતો. જેમાં 22 પત્રકારોએ ભાજપના ઉમેદવાર ધવલ પટેલને વિજેતા દર્શાવ્યા હતા તેમજ ભાજપ ઉમેદવારના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ હારે છે તે મત પત્રકારોએ દર્શાવ્યો છે. જો કેનેશનલ સર્વેમાં એન.ડી.એ. ભાજપ જીતે છે તેવા સર્વે આધિન સરકાર ભાજપ એન.ડી.એ.ની બનવા જઈ રહી છે. તેથી પરંપરા મુજબ વલસાડની બેઠક પણ ભાજપ જીતશે અને એ પરંપરા જળવાઈ રહેશે તેવુ એક્ઝિટ પોલ થકી હાલ જાહેર થયું છે. સાચું પરિણામ તો 4 જૂને બહાર આવી જશે કે વલસાડના મતદારોએ કમલને મતો આપ્યા છે કે હાથના પંજાને.