December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સહિત ગણદેવી તાલુકાના કેટલાક વિસ્‍તારોમાં સવારના સમયે વરસાદી માહોલ બપોર પછી ઉકળાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના રાનકુવા, તલાવચોરા, દેગામ, મલિયાધરા, હોન્‍ડ, વંકાલ, રાનકુવા, મજીગામ સહિતના કેટલાક વિસ્‍તારમાં સવારના સમયે અચાનક ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. અને કેટલાક વિસ્‍તારમાં તો વીસેક મિનિટથી વધુ સમય ધીમીધારે વરસાદ વરસતા માર્ગો ભીંજાય ગયા હતા.
તાલુકામાં ચાલુ સિઝને કેરીનો પાક ઓછો છે અને કેરીની સિઝન પણ મોડી છે. તેવામાં વરસાદના આગમનથી ખેડૂતોની ચિંતા વધવા પામી હતી. આ ઉપરાંત તાલુકામાં બહારથી કામ કરવા આવેલા શ્રમિકો કે જેઓ ખુલ્લા પડાવમાં રહેતા હોય તેઓ મુશ્‍કેલીમાં મુકાયા હતા. જોકે વરસાદ બાદ પણ તાલુકામાં ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. ગરમીમાંથી ખાસ રાહત થઈ ન હતી.

Related posts

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરની દાદાગીરી : આદિવાસી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા એટ્રોસીટી હેઠળ ફરિયાદ દાખલ કરવા એસપીને રજૂઆત

vartmanpravah

શિક્ષણ સચિવ, અંકિતા આંનદ અને શિક્ષણ નિયામક નિલેશ ગુરવના માર્ગદર્શન સંઘપ્રદેશ થ્રીડી શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્‍યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડની કસ્‍તુરબા અને ધરમપુરની રાજચંદ્ર હોસ્‍પિટલને હેલ્‍થકેર કોન્‍કલેવ 2024માં એવોર્ડ એનાયત

vartmanpravah

વલસાડની સેગવી હાઈસ્‍કૂલના મેદાન પર માનસિક દિવ્‍યાંગ બાળકોની રમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

vartmanpravah

Leave a Comment