1999થી 2009 સુધી દાભેલમાં રચાતા હતા સત્તાના સમીકરણો અને 2024 સુધી કચીગામ રહ્યું હતું સત્તાના કેન્દ્રમાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05: દમણ અને દીવ લોકસભાની બેઠક ઉપરથી શ્રી ઉમેશભાઈ પટેલ ચૂંટાતા પ્રદેશના ઇતિહાસમાં પહેલી વખત દલવાડા સત્તાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આજ સુધી ભૂતકાળમાં દમણ શહેર અને 1999થી દાભેલ તથા 2009થી કચીગામ સત્તાનું કેન્દ્ર બની રહ્યું હતું.
દમણ અને દીવના પ્રથમ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા) બાદ શ્રી ઉમેશભાઈ પટેલ સૌથી યુવાન સાંસદ દમણ અને દીવને મળ્યા છે.