છેવાડા વિસ્તારોમાં લુંટારૂઓનો ખોફ : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વાપી વિસ્તારમાં ક્યારેક ક્યારેક ચડ્ડી બનિયાનધારી લુંટારૂ ગેંગ ત્રાટકતી હોવાના ભૂતકામાં બનાવો બન્યા છે. તેવો વધુ એક બનાવ ગતરાત્રે સેલવાસ રોડ ડુંગરા સ્થિત હરિયા પાર્કમાં બન્યો હતો. એક બંગલામાં ચડ્ડી બનિયાનધારી લુંટારૂ ત્રાટકી હતી. જોકે લુંટારૂ ચોરી કરવામાં સફળરહ્યા નહોતા, કારણ કે બંગલાનું તાળું ના તૂટતા લુંટારૂ પલાયન થઈ ગયા હતા.
વાપીના છેવાડા વિસ્તારોમાં ચોરીઓના બનાવો વારંવાર બને છે. વાપી ડુંગરા હરિયા પાર્કમાં સોમવારે રાત્રે એક બંગલામાં ચડ્ડી બનિયાનધારી લુંટારૂ ગેંગ ત્રાટકી હતી. ત્રાટકેલી ગેંગની તમામ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેની જાણ આજે મંગળવારે સવારે થઈ હતી. લુંટારૂઓ ચોરી કરવામાં સફળ રહ્યા નહોતા કારણ કે તાળું તૂટયું હતું. ચોરી નહી થઈ હોવાથછી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ ચડ્ડી બનિયાનધારી ગેંગના વાપીમાં આંટાફેરા-પગપેસારો થઈ રહ્યો હોવાનું પ્રતિત થાય છે તેથી નાઈટ પોલીસ પેટ્રોલીંગ ખાસ કરીને શહેરના છેવાડા વિસ્તારમાં વધારવાની જરૂરીયાત છે.

