September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપીસેલવાસ

દાનહઃ રખોલી પુલનું સમારકામ ચાલુ હોવાના કારણે ભારેથી અતિ ભારે વાહનોના અવર-જવર પર 23 જૂન સુધી પ્રતિબંધ યથાવત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પર 12મી જૂનના રોજ મોટું ગાબડું પડયું હતું. જેના કારણે તાત્‍કાલિક અસરથી બ્રિજ પરથી ભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો હતો. આ પુલનું સમારકામ હજુ પણ ચાલી રહ્યું હોવાના કારણે દાદરા નગર હવેલી કલેક્‍ટર દ્વારા જારી કરાયેલ અખબારી યાદી મુજબ રખોલી બ્રિજ પરથી ભારે અને અતિ ભારે તેમજ કોમર્શિયલ વાહનોને 13 જૂનથી 18 જૂન સુધી પસાર થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો હતો. જેને હવે અધૂરા કામના કારણે વધારી આગામી 23 જૂન સુધી ભારેથી અતિ ભારે અને કોમર્શિયલ વાહનોને આ પુલ પરથી પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે.
પ્રશાસન દ્વારા સુચના આપવામાં આવી છે કે, વાસોણા, દપાડા, સુરંગી, ખાનવેલ, વેલુગામ રૂટના વાહનોને તલાસરી થઈ ખાનવેલ તરફ વાળવામાં આવે, જ્‍યારે સેલવાસ તરફ આવવા માટે પ્રવેશતા તમામ ભારે અને વ્‍યાપારી વાહનો રાબેતા મુજબ ભીલાડથી સેલવાસ તરફ આવશે. તમામ પ્રકારના પેસેન્‍જર અને લાઈટ મોટર વ્‍હીકલને આ પુલ પરથી પસાર થવા દેવામાં આવનાર હોવાનું દાનહ જિલ્લામેજીસ્‍ટ્રેટની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

21મી જૂનના બુધવારે દાદરા નગર હવેલીમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

વાપીથી બાઈકની ઉઠાંતરી

vartmanpravah

સંઘપ્રદેશમાં શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર્તા તરીકે સેલવાસ – ટોકરખાડાની આંગણવાડી કાર્યકર્તા અર્પિતા ભાવિન પટેલનું નવી દિલ્‍હી ખાતે કેન્‍દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્‍મૃતિ ઈરાનીએ કરેલું સન્‍માન

vartmanpravah

વલસાડમાં દમણિયા સોની યુથ ગૃપ દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ ટુર્નામેન્‍ટ રમાડાઈ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ. અધિકારીઓના પ્રભારમાં વ્‍યાપક ફેરબદલઃ નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતનું વધેલું કદ

vartmanpravah

Leave a Comment