October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા ડાંગમાં અનાજની કીટનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.23: સેવા શિક્ષણ અને સાંસ્‍કળતિક ક્ષેત્રે છેલ્લા 18-વર્ષથી સતત કાર્યરત એવા પ્રેરણા ગ્રુપ દ્વારા ડાંગના અંતરિયાળ વિસ્‍તારમાં આવેલ સુપદહાડ ગામમાં નિવાસ કરતા જરૂરિયાતમંદ વનવાસી બંધુઓને અમેરિકા સ્‍થિત સેહુલ નટુભાઈ પટેલ તેમજ અંજના સેહુલ પટેલ ડેલ્‍સી તેમજ જીહાનાના સૌજન્‍યથી 100-જેટલા પરિવારને અનાજની કીટ (કઠોળ, અનાજ તેમજ તેલ વગેરે) ની કિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં સેહુલભાઈના પિતા નટુભાઈ રણછોડભાઈ પટેલના હસ્‍તે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. અનાજની કીટ મળવાથી જરૂરિયાતમંદ વનવાસીઓના મુખ ઉપર આનંદ સાથે જ સંતોષની લાગણી જોવા મળી હતી. ગામના સ્‍થાનિક દ્વારા સેહુલભાઈના પરિવારનો વિશેષ આભાર માનવામાં આવ્‍યો હતો. સેહુલભાઈના પરિવાર દ્વારા આખા વર્ષ દરમ્‍યાન અવાર નવાર ડાંગના અલગ અલગ ગામોમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ તેમજ બ્‍લેન્‍કેટનું વિતરણ અને છાત્રાલય તેમજ આશ્રમશાળાના બાળકો માટે સુરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે.

Related posts

દમણમાં પુલ દુર્ઘટના બાદ શરૂ કરાયેલી મફત બસ સેવાના કારોબારે તે સમયે પેદા કરેલા ભારે ભેદભરમો

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

દમણ કચીગામના જર્જરિત ગાર્ડનમાં અઢી વર્ષિય બાળકીની શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવી

vartmanpravah

ચીખલી તાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્‍થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસ સોંપાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંકનું ઉઘડેલું ભાગ્‍યઃ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂા.3.70 કરોડનો રળેલો નફો

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment