December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

અત્‍યંત દયનીય બનેલી સેલવાસ-ખાનવેલ રોડની હાલત: વાહનચાલકો, રાહદારીઓ અને સ્‍થાનિક રહેવાસીઓને પડી રહેલી ભારે તકલીફ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ સેલવાસથી ખાનવેલ નિર્માણાધીન રસ્‍તાની આજુબાજુમાં રહેતા રહેવાસીઓને ઘણી બધી સમસ્‍યાનો સામનો કરવો પડી રહ્યો છે. સેલવાસથી ખાનવેલ નિર્માણાધીન રોડમાં સામરવરણી કળષ્‍ણા ફાટકથી મસાટ પોલીસ સ્‍ટેશન સુધીનો એક સાઈડનો રોડનું કામ છેલલા ચાર પાંચ મહિનાથી એકદમ સુસ્‍ત હાલતમાં ચાલી રહ્યું છે. આ રસ્‍તા પર અત્‍યાર સુધીમા ફક્‍ત માટી નાખવામાં આવેલ છે. આ માટીના કારણે હાલમાં વરસાદની મૌસમમાં રોડ પર ભારે કાદવ-કીચડ થઈ ગયો છે અને કેટલીક જગ્‍યા પર પાણી ભરેલું રહે છે. એવામાં સવારમાં શાળામાં જનાર વિદ્યાર્થીઓએ ઘણી પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે. કીચડ અને પાણીમાં ચાલીને જવામાં સ્‍લીપ થવાની કે પડી જવાની સંભાવના પણ રહેલી છે. હાલમાં જે આ રસ્‍તા પર પડતી સમસ્‍યાનો ઉકેલ લાવવામાં આવે એવી સ્‍થાનિકોની માંગ છે.
આ નવા રસ્‍તાના અધૂરા કામ અને રસ્‍તાની બાજુમાંથી ગટરમાટે કરેલ ખોદકામ બાદ અધુરૂ રાખવામાં આવેલ કામને કારણે જો ભારે વરસાદ પડશે તો રસ્‍તાની આજુબાજુના ઘરોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે, જેનું મુખ્‍ય કારણ એ છે કે હાલમાં જે રસ્‍તો બનાવવામાં આવી રહ્યો છે તેની હાઈટ ચાર ફૂટથી પણ વધારે કરવામાં આવી છે.

Related posts

ખોટી નંબર પ્‍લેટ લગાવી દારૂની હેરાફેરી કરનારાને વાપી ટાઉન પોલીસે ઝડપી પાડયા વાહનની કિંમત 10 લાખ, દારૂનો જથ્‍થો 1.61 લાખ મળી કુલ રૂા.11.67 લાખનો મુદ્દામાલ કબજે લીધો

vartmanpravah

સેલવાસ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈઃ કુલ 1668 માંથી 448 કેસોનો કરાયેલો નિકાલ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજાયો

vartmanpravah

ચલા બલીઠા વચ્‍ચે ડુંગર ઉપર આવેલ હિંગળાજ માતા મંદિરમાં અનુષ્ઠાન કરાયું

vartmanpravah

બાલદેવી શાળામાં સાંસદ કલાબેન ડેલકર અને પ્રદેશના ટ્રાન્‍સપોર્ટ સેક્રેટરી એમ.ચૈતન્‍યની ઉપસ્‍થિતિમાં ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

Leave a Comment