September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

લોકસભામાં સાંસદ પદના શપથ સાથે ઉમેશભાઈ પટેલની દમણ અને દીવના સાંસદ તરીકેની ઈનિંગનો વિધિવત્‌આરંભ

લોકસભાની દમણ અને દીવ બેઠકમાં 35 વર્ષ બાદ પહેલી વખત અપક્ષ તરીકે વિજેતા બનવાનું ઉમેશભાઈ પટેલને મળેલું સૌભાગ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : આજે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે લોકસભામાં સાંસદ પદના શપથ ગ્રહણ કરી પોતાની ઈનિંગનો વિધિવત્‌ આરંભ કર્યો હતો. શ્રી ઉમેશભાઈ પટેલે સાંસદ બનાવવા બદલ દમણ અને દીવની જનતાનો આભાર પ્રગટ કર્યો હતો અને હંમેશા તેમનો ઋણી હોવાની ભાવના પ્રગટ કરી હતી.
અત્રે નોંધનીય છે કે, લોકસભાની દમણ અને દીવ બેઠકમાં 1989ની ચૂંટણી બાદ પહેલી વખત અપક્ષ તરીકે લડી સાંસદ બનવાનું સૌભાગ્‍ય શ્રી ઉમેશભાઈ પટેલને પ્રાપ્ત થયું છે. 35 વર્ષ પહેલાં 1989ની ચૂંટણીમાં શ્રી દેવજીભાઈ ટંડેલ દમણ અને દીવ બેઠક ઉપરથી અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયા હતા. ત્‍યારબાદ 1998ની ચૂંટણીમાં શ્રી ડાહ્યાભાઈ પટેલે દમણ અને દીવ વિકાસ પાર્ટીના નેજા હેઠળ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝુકાવ્‍યું હતું પરંતુ તેમનો પણ પરાજય થયો હતો. 1991ની ચૂંટણીમાં શ્રી અસલમ ખાને પણ અપક્ષ તરીકે પોતાનું નશીબ અજમાવ્‍યું હતું પરંતુ તેમાં તેમને સફળતા મળી નહીં હતી.
2024ની ચૂંટણીમાં શ્રી ઉમેશભાઈ પટેલ ઉપર દમણ અને દીવના લોકોએ વિશ્વાસ મુકી કરેલું મતદાનકેટલું સાર્થક થાય તે આવતા દિવસોમાં સ્‍પષ્‍ટ થઈ જશે.

Related posts

દમણ વન વિભાગ દ્વારા દેવકા ઈકોપાર્ક ખાતે 69મા ‘વન્‍યજીવ સપ્તાહ-2023’નો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

સરીગામ પંચાયતે અંતરિયાળ વિસ્‍તારમાં પ્રારંભ કરેલા વિકાસના કામો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે સુરંગી પંચાયતની મુલાકાત લઈ ગ્રામજનોની સાંભળેલી સમસ્‍યા

vartmanpravah

થર્ટીફસ્‍ટ પૂર્વે એલ.સી.બી.નો સપાટો : પારડી હાઈવે ઉપર દારૂનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપી પાડી

vartmanpravah

તા.14 સપ્‍ટેમ્‍બરે નવસારી તથા ડાંગ જિલ્લામાં નેશનલ લોકઅદાલતનું આયોજન

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment