Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના બીડીઓ તરીકે મિહિર જોશીની વરણીઃ રાહુલ ભીમરાને દાનહના કલેક્‍ટરાલયમાં વેટ અને જીએસટીનો પ્રભાર

સંઘપ્રદેશ પ્રશાસનમાં વિવિધ પદો ઉપર કાર્યરત આસિસ્‍ટન્‍ટોની કરાયેલી બદલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને દમણના વિકાસ ઘટક અધિકારી(બીડીઓ) સહિત વિવિધ પદો ઉપર કાર્યરત આસિસ્‍ટન્‍ટોની બદલીનો આદેશ જારી કર્યો છે.
સંઘપ્રદેશના કાર્મિક વિભાગના નિર્દેશક સહ સંયુક્‍ત સચિવ શ્રી આશિષ મોહને જારી કરેલા આદેશમાં દમણના બ્‍લોક ડેવલપમેન્‍ટ ઓફિસર શ્રી રાહુલ ભીમરાની દાનહ કલેક્‍ટરમાં વેટ અને જીએસટીના વધારાના હવાલા સાથે બદલી કરવામાં આવી છે. તેમના સ્‍થાને દીવમાં કાર્યરત શ્રી મિહિર એન. જોશીને દમણના બી.ડી.ઓ. સાથે સી.ડી.પી.ઓ. તથા પંચાયતી રાજ ઈન્‍સ્‍ટિટયૂટના સહાયકની પણ જવાબદારી સોંપવામાં આવી છે.
અન્‍ય આસિસ્‍ટન્‍ટોમાં શ્રી તપસ્‍ય પોટ્ટીની દમણ કલેક્‍ટોરેટમાં, શ્રી મિતેશ બી. પાઠક દમણ કલેક્‍ટોરેટમાં દાનહ અને દમણ-દીવના જાહેર બાંધકામ વિભાગના વિશેષપ્રભાર, શ્રી રાજેન્‍દ્ર એન. રાઠોડને દાનહના સબ રજીસ્‍ટ્રારની સાથે એલ.આર.ઓ. અને ચૂંટણી વિભાગનો વધારાનો હવાલો તથા શ્રી સોહિલ મેકવાનને સેલવાસ નગરપાલિકામાં એ.ઓ. સાથે આરોગ્‍ય વિભાગની વધારાની જવાબદારી સુપ્રત કરાઈ છે.

Related posts

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

લાઈટિંગ

vartmanpravah

વલસાડના અબ્રામા ખાતે રહેતા અને ફર્નીચરનો વ્‍યવસાય કરતાં ચિરંજીવીલાલ સુરતારામ કુમાવતે ‘ વન નેશન વન રેશનકાર્ડ ‘ ની યોજનાનો લાભ લીધો

vartmanpravah

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

વલસાડ સિવિલની ગંભીર લાપરવાહી સામે આવીઃ આહવા અકસ્‍માતનો દર્દી કલાકો સુધી પીડામાં કણસતો રહ્યો

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment