September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના કૂકેરી ગામે ઘરની દીવાલ ધસી પડતાં શ્રમજીવી પરિવારના દંપતિનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: મંગળવારની સાંજના ચારેક વાગ્‍યાના અરસામાં કુકેરી ગામના રેલ્‍વે ફળિયામાં રહેતા અરવિંદભાઈ છીબાભાઈ હળપતિ (ઉ.વ.55) તેમના ઘરના ઓટલા પર સુતા હતા. તે દરમ્‍યાન અચાનક ઘરની દીવાલ ધરાશયી થતાં દબાઈ જવાથી ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યુ હતુ. જ્‍યારે ઈજાગ્રસ્‍ત તેમની પત્‍ની સુખીબેન હળપતિને 108 ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવતા તેમનું પણ સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. શ્રમજીવી પરિવારના દંપતિના મોતથી સ્‍થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. સરપંચ,તલાટી સહિતનાઓ પંચકયાસ સહિતની કાર્યવાહી કરી બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ ઉપરાંત ઘેજ ગામના ઝાડી ફળિયામાં અશ્વિનભાઈ પ્રેમાભાઈ પટેલના ઘર પર ઝાડ પડતા ઘરને વ્‍યાપક નુક્‍સાન થવા સાથે તેમને ઈજા થતાં સારવાર અર્થે ધરમપુરની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. તાલુકામાં વરસાદ વચ્‍ચે સોલધરા નાયકીવાડ પેલાદ અને તલાવચોરા બારોલીયા પીપળા ફળિયાથી સંજય ફાર્મ તરફ જતા માર્ગ પર લો-લેવલ કોઝ-વે પર પાણી ફરી વળતાં વાહન વ્‍યવહાર બંધ થઈ ગયો હતો.

Related posts

સેલવાસના પ્રમુખગાર્ડન સોસાયટી ખાતે નવરાત્રી પર્વ નિમિતે ઘટ સ્‍થાપન કરાયું

vartmanpravah

હોળી ધૂળેટીના પર્વમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલ કુતરાઓના હવાલે : સુરક્ષાના અભાવે સ્‍થિતિ ઉભી થઈ છે : દર્દીઓ ભયભીત

vartmanpravah

વલસાડ પાર નદી નાના-મોટા ડેમ વચ્‍ચે બે દિવસથી ફસાયેલ માછીમારનું રેસ્‍ક્‍યું કરાયું

vartmanpravah

એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી અને સ્ટાર્ટઅપ વાપી કોમ્યુનિટીના સંયુક્‍ત ઉપક્રમે ‘ટેકનિકલ સ્ટાર્ટઅપ ટોક્સ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વેક્સિન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment