Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સૃષ્‍ટિના સર્જનહાર ભગવાન જગન્નાથ વાપી-વલસાડની શેરીઓમાં નગરચર્યાએ નિકળ્‍યા

ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા શણગારેલા રથમાં બિરાજી નિકળ્‍યા ત્‍યારે શેરીઓમાંગગનચુંબી જય જગન્નાથના જયઘોષ ગુંજી ઉઠયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: અષાઢ સુદ-2 એટલે ભારત વર્ષમાં અષાઢી બીજના પર્વ તરીકે ધામધૂમથી ઉજવવામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે કલાત્‍મક રથોમાં બિરાજમાન થઈને ભારતના મોટાભાગના શહેરોમાં શહેરની નગરચર્યાએ ભક્‍તોને દર્શન આપવા માટે નિકળે છે. પર્વને રથયાત્રા તરીકેનો અનેરો મહિમા છે. આજે વાપી-વલાસડમાં બગવાન જગન્નાથની ભવ્‍ય રથયાત્રાઓ નિકળી હતી.
વાપી-વલસાડ શહેરમાં ભક્‍તો ભાવવિભોર બનીને રથને સ્‍વહસ્‍તે ખેંચીને શહેરની પરિક્રમા કરાવી હતી. ઢોલ-ત્રાસાના સંગીત ભર્યા માોલમાં ભગવાન જગન્નાથ શહેરમાં રથમાં બિરાજીને ભક્‍તોને દર્શન આપવા માટે નિકળ્‍યા હતા ત્‍યારે ગગનચુંબી જય જગન્નાથના જયઘોષ ઠેર ઠેર ગુંજી ઉઠયા હતા. ભગવાનનું ઠેર ઠેર ભક્‍તોએ ભાવવિભોર બનીને સ્‍વાગત કર્યું હતું ત્‍યારે ભક્‍તો અને ભગવાનના મિલનનો કારુણ્‍યસભર દૃશ્‍યો સર્જાયા હતા. વાપીમાં બે રથયાત્રા નિકળી હતી. એક ડુંગરાથી અને બીજી ઈસ્‍કોન મંદિર કોપરલીથી નિકળી હતી. બન્ને રથયાત્રાઓમાં હજારો ભાવિકો જોડાયા હતા. ભગવાનનો રથ જાતે દોરડા વડે ખેંચી પોતાની જાતને ધન્‍ય ધન્‍ય માની રહ્યા હતા. રથયાત્રાઓ ભારતભર અને ગુજરાતભરના શહેરોમાં પ્રત્‍યેક અષાઢી બીજના શુભ દિવસે નિકળે છે. વાપીવલસાડની રથયાત્રાઓ શાંતિભર્યા માહોલ વચ્‍ચે સાંજે સંપન્ન થઈ હતી. જિલ્લા પોલીસ દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.

Related posts

મત્‍સ્‍યોદ્યોગ મંત્રાલય નવી દિલ્‍હીના આદેશથી દીવના માછીમારોને 1 જૂન- 2024 થી 31 જુલાઈ-2024 સુધી દરિયો નહિ ખેડવા જિલ્લા તંત્રની સૂચના

vartmanpravah

સુરતમાં વહેલી સવારે ઘાતક હથિયારોથી કરોડો રૂપિયાના હીરાની લૂંટ કરી ભાગેલા પાંચ લૂંટારૂઓ વલસાડથી ઝડપાયા

vartmanpravah

પારડી ગોયમામાં સૂચિત પાવર સ્‍ટેશનના વિરોધમાં વાંસદાના ધારાસભ્‍યના ગામમાં ધામા

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણના સ્‍વયંસેવકોનું રાજ્‍ય સ્‍તરની વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

ચીખલી ખાતે ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ અધિનિયમ-2005 અન્‍વયે કાયદાકીય સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના ૧૬૧ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

vartmanpravah

Leave a Comment