(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: ધરમપુરમાં સમાજને શર્માસાર કરતી ઘૃણાસ્પદ ઘટના ઘટી છે. નરાધમ બાપે સગીર દિકરી સાથે અડપલા કરતો મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે નાલાયક બાપની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.
કલીયુગથી પણ એક ડગલું આગળ સમગ્ર ભદ્ર સમાજને હચમચાવી દેનારી કલંકીત ઘટના ઘટી છે. ઘરમાં નાલાયકબાપે સગી સગીર વયની પૂત્રી સાથે અડપલા કરતો હતો તેની જાણ પૂત્રીએ માતાને કરતા સગર્ભા માતાએ ધરમપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાની નોંધ લઈ પોલીસે તુરત જ નરાધમ બાપની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ધરમપુર વિસ્તારમાં પડયા હતા.