January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના 71મા મુક્‍તિ દિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો: પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના હસ્‍તે કરાયેલું ધ્‍વજારોહણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દાદરા નગર હવેલીના 71મા ‘મુક્‍તિ દિવસ’ની પાર્ટી કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે ધ્‍વજ ફરકાવ્‍યો હતો. આ પ્રસંગે દાનહની મુક્‍તિ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા તમામ સ્‍વાતંત્ર્ય-સેનાનીઓને યાદ કરાયા હતા અને વીર શહિદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, સેલવાસ નગરપાલિકાના પ્રમુખશ્રીમતી રજનીબેન શેટ્ટી, દાનહ ભાજપ મહામંત્રી શ્રી જીતુભાઈ માઢા, મહામંત્રી શ્રી સુનિલભાઈ પાટીલ અને અન્‍ય પદાધિકારીઓ સહિત ભાજપના કાર્યકર્તાઓ સહિત પ્રદેશના નાગરિકો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરને એક લાખ મતોથી વિજયી બનાવવા યુવા નેતા સની ભીમરાની હાકલ

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

દમણ જિલ્લાના સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડમાં ફોરેસ્‍ટ વિભાગ ઊંઘતો ઝડપાયો: સેગવામાં ફોરેસ્‍ટની જગ્‍યામાંથી ખેરના ઝાડ કપાયા

vartmanpravah

દેશ વિદેશમાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળે તે માટે બાગાયત ખાતાની વિવિધ સહાયનો લાભ લેવા અનુરોધ

vartmanpravah

વલસાડના ઓવાડા અને કેવાડા ગામમાં એક જ રાતમાં દિપડાએ બે અબોલ પશુ બળદોનો શિકાર કરતા ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment