October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશનું ગૌરવ પ્રેરણા કાર્યક્રમ અંતર્ગત દાદરા નગર હવેલીના બે વિદ્યાર્થીઓ નવી દિલ્‍હી ખાતે આયોજિત 78મા સ્‍વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12 : ‘પ્રેરણા એક અનુભવાત્‍મક જ્ઞાન’ કાર્યક્રમ અંતર્ગત દાનહના રખોલી સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલ (અંગ્રેજી માધ્‍યમ)ની વિદ્યાર્થીની કુમારી ઈશા પટેલ અને કેન્‍દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થી શ્રી નિહિત રાકેશકુમાર કૈસકરને નવી દિલ્‍હી ખાતે આગામી 15મી ઓગસ્‍ટના રોજ આયોજિત થનારા સ્‍વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ મળતા શાળા પરિવાર સહિત સમગ્ર દાનહમાં ખુશી છવાઈ છે. કુમારી ઈશા પટેલ અને શ્રી નિહિત રાકેશકુમાર કૈસકર બંને વિદ્યાર્થીઓ ગત્‌ જાન્‍યુઆરી માહિનામાં પાંચ દિવસ માટે ગુજરાતના વડનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જે શાળામાં ભણ્‍યા હતા તે શાળામાં રહી વિવિધ નવ વિષયો પર અનુભવાત્‍મક જ્ઞાન કાર્યક્રમમાં ખૂબ જ ઉત્‍સાહથી સહભાગી થઈ પ્રદેશનું નામ રોશન કર્યું હતું. આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેઓની શાળાના આચાર્ય શ્રીમતી એ.એમ.શૈયજાતેમજ રાહબર શિક્ષિકા શ્રીમતી રશ્‍મિબેન રોહિત દ્વારા આપવામાં આવ્‍યું હતું. જ્‍યારે નવોદય વિદ્યાલય સીલી દ્વારા સમગ્ર કાર્યક્રમનું નેતૃત્‍વ કરવામાં આવ્‍યું હતું. હવે આ બંને વિદ્યાર્થીઓ દિલ્‍હી ખાતે યોજાનારા સ્‍વતંત્રતા દિવસના રાષ્‍ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લેશે. આ વિદ્યાર્થીઓને સહાયક શિક્ષણ નિયામક શ્રી પરિતોષ શુક્‍લા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલ અને શિક્ષણ અધિકારી શ્રી રાજેન્‍દ્ર મોહિલેએ જરૂરી માર્ગદર્શન આપી શાળા પરિવાર વતી શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

વલસાડ ચાઈલ્‍ડ વેલફેર કમિટીએ 3 વર્ષ પહેલા વાપીથી ગુમ થયેલા બાળકનો માતાપિતા સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભા વિકાસના વિશ્વાસ અને પારદર્શક પ્રશાસનના ભરોસા સાથે સંપન્ન

vartmanpravah

દમણ જિ.પં.ની પ્રથમ કારોબારી સમિતિની બેઠકમાં ગ્રામ્‍ય વિસ્‍તારોના અનેક કામો ઉપર મંજૂરીની મહોરઃ જિ.પં. ફરી એકવાર ધબકતી થઈ હોવાનો અહેસાસ

vartmanpravah

વાપી ચાર રસ્‍તા કચ્‍છી માર્કેટમાં સિગારેટ ડીસ્‍ટ્રીબ્‍યુટર્સના ગોડાઉનમાં હજારોની સિગારેટની ચોરી

vartmanpravah

વાપી, ઉમરગામ, કપરાડા 5 મંડળોમાં ભાજપ પ્રમુખપદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

ગુજરાત રાજ્‍યના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા વલસાડ જિલ્લાની મુલાકાતે

vartmanpravah

Leave a Comment