October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે જાહેરમાં લોકોની વચ્‍ચે વિદ્યાર્થીઓ માટે ટી-શર્ટ પેઈન્‍ટિંગ સ્‍પર્ધાના નવતર કાર્યક્રમનું કરેલું આયોજન

આંટિયાવાડ ગ્રામ પંચાયતની અંદરના સ્‍ટ્રીટ રોડ ઉપર ટેબલ-ખુરશી લગાવી વિદ્યાર્થીઓને સફેદ ટી-શર્ટ અને પેઈન્‍ટિંગના સાધનો આપી ઉર્વશીબેન પટેલે સ્‍પર્ધકોને દેશભક્‍તિની ભાવનાઓથી ભરપુર પોતાની ચિત્રકારી કરવા પ્રોત્‍સાહિત કરી તમામને પ્રમાણપત્ર અને પુરસ્‍કારથી પુરસ્‍કૃત પણ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે આજે પાંચમા દિવસે જાહેરમાં લોકોની વચ્‍ચે વિદ્યાર્થીઓ માટે ટી-શર્ટ પેઈન્‍ટિંગ સ્‍પર્ધાના નવતર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
વિદ્યાર્થીઓ સહિત આજુબાજુ વિસ્‍તારના લોકોમાં દેશભક્‍તિની ભાવના પેદા કરવા અને આઝાદીનો ઉત્‍સાહ વધારવા અંદરના સ્‍ટ્રીટ રોડ ઉપર ટેબલ-ખુરશી લગાવી વિદ્યાર્થીઓને સફેદ ટી-શર્ટ અને પેઈન્‍ટિંગના સાધનો આપી સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે સ્‍પર્ધકોને દેશભક્‍તિની ભાવનાઓથી ભરપુર પોતાની ચિત્રકારી કરવા પ્રોત્‍સાહિત કર્યા હતા.
વિદ્યાર્થીઓને જાહેરમાં સફેદ ટી-શર્ટ ઉપર પેઈન્‍ટિંગ કરતાજોઈ લોકોના ચહેરા પણ પ્રફુલ્લિત બન્‍યા હતા. સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પુરસ્‍કાર આપી પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ પ્રસંગે સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, જાહેરમાં વિદ્યાર્થીઓ માટે ટી-શર્ટ પેઈન્‍ટિંગ સ્‍પર્ધા રાખવાનો ઉદ્દેશ વધુમાં વધુ લોકોને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી માહિતગાર કરવા અને દેશના આઝાદીના પર્વને ધામધૂમથી મનાવવા પ્રેરિત કરવાનો હતો.
આંટિયાવાડ ગ્રામ પંચાયતના શ્રીમતી ઉર્વશીબેન પટેલે ગ્રામજનોને તા.9 થી 15 ઓગસ્‍ટ સુધી ચાલનારા ‘હર ઘર તિરંગા’ ઉત્‍સવમાં સામેલ થઈ પોતાના ઘરો, દુકાનો તથા કાર્યસ્‍થળ ઉપર રાષ્‍ટ્રધ્‍વજ તિરંગો ફરકાવી સ્‍વતંત્રતા દિનના પર્વની દબદબાભેર ઉજવણી કરવા આહ્‌વાન કર્યું હતું.

Related posts

દમણ જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

ટૂકવાડા ગામે ખેતરમાં કામે જવા નિકળેલી મહિલાનો મૃતદેહ કુવામાંથી મળ્‍યો

vartmanpravah

કપરાડામાં 3 સ્‍કૂલોમાં આશારામ બાપુના ફોટાની પૂજા-અર્ચના કરાવા બદલ 33 શિક્ષકોને નોટીસ ફટકારાઈ

vartmanpravah

કપરાડા તાલુકાના જીરવલ ગામની કોલક નદી પર જીવના જોખમે લોકો નદી પાર કરવા મજબૂર

vartmanpravah

વલસાડ કોસ્‍ટલ હાઈવે ઉપર બુલેટ ગાયને ભટકાતા ઘટના સ્‍થળે જ ગાયનું મોત : બુલેટ ચાલક ઘાયલ

vartmanpravah

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીને મજબૂત પુરાવાના આધાર સાથે જીપીસીબીએ આપેલી ક્‍લોઝર

vartmanpravah

Leave a Comment