October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના મોટાભાગના લોકોને વિકાસ કોને કહેવાય તેની સમજ જ નથી

શું વિકાસ એટલે અવર-જવર થઈ શકે એવા સુંદર રસ્‍તાઓ? ચોવિસ કલાક પાણીની વ્‍યવસ્‍થા? કે સસ્‍તી વીજળી?

વિકાસ એક એવી પ્રક્રિયા છે જે દરેક લોકોને ખુશી સદ્‌ભાવ અને આવશ્‍યકતાઓની સંતુષ્‍ટિની બાબતમાં જીવનની સારી ગુણવત્તા સુનિશ્ચિત કરતી હોય અને લોકોની સુધારણાં પ્રગતિ અને આકાંક્ષાઓથી સંબંધિત વિકાસની આ પરિભાષા સમાજના દરેક વર્ગોને લાભાન્‍વિત કરતી હોવી જોઈએ

(ભાગ-03)

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મોટાભાગના લોકોને વિકાસ કોને કહેવાય તેની લગભગ સમજ નથી. બહુમતિ લોકો એવું માને છે કે, વિકાસ એટલે અવર-જવર થઈ શકે એવા સુંદર રસ્‍તાઓ, પીવાનું પાણી અને ઘર માટે સસ્‍તી વીજળી. ધારો કે કોઈ પ્રદેશના રસ્‍તા એકદમ સુંદર અને સુઘડ હોય, ચોવિસ કલાક પાણીની વ્‍યવસ્‍થા હોય અને નજીવા દરે વીજળી મળતી હોય પરંતુ મા-બહેન, દિકરી રાત્રે સલામત રીતે રહી નહીં શકતી હોય, કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ ગુંડાઓના હવાલે હોય, શિક્ષણ માટે કોઈ સુવિધા નહીં હોય તો એ પ્રદેશના લોકો સુરક્ષિત રહી શકે ખરા? એટલે વિકાસ ફક્‍ત રોડ અને લાઈટ કે પાણી સુધી સીમિત નથી.
વિકાસ એક એવી પ્રક્રિયા છે જે દરેક લોકોને ખુશીસદ્‌ભાવ અને આવશ્‍યકતાઓની સંતુષ્‍ટિની બાબતમાં જીવનની સારી ગુણવત્તા સુનિશ્ચિત કરતી હોય છે. એ લોકોની સુધારણાં પ્રગતિ અને આકાંક્ષાઓથી સંબંધિત છે. વિકાસની આ પરિભાષા સમાજના દરેક વર્ગોને લાભાન્‍વિત કરશે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા આઠ વર્ષમાં માનવ ઘડતરના ક્ષેત્રે ઐતિહાસિક કામો થયા છે. એક છેલ્લી પંક્‍તિમાં બેસેલા વ્‍યક્‍તિને તેના વિકાસ માટે શું જોઈએ છે તેની ચિંતા સંઘપ્રદેશ પ્રશાસને કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રદેશ પ્રત્‍યેની અમીદૃષ્‍ટિના કારણે બાળકના જન્‍મ પહેલાં અને જન્‍મ પછી તેની યુવાની સુધીની દરકાર સંઘપ્રદેશ પ્રશાસને લીધી છે. સગર્ભા અને પ્રસૂતા માતાને પૌષ્‍ટિક સમતોલ આહાર મળે તે પ્રકારની વ્‍યવસ્‍થા પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કરવામાં આવી છે. પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન પહેલાં કંપનીઓ દ્વારા ફાળવવામાં આવતા કોમ્‍યુનિટી સોશિયલ રિસ્‍પોન્‍સિબીલીટી(સી.એસ.આર.) ફંડની કોઈને ખબર જ નહીં હતી. જે પૈકીનો મોટાભાગનો હિસ્‍સો રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ હજમ કરી જતા હતા. પરંતુ છેલ્લા આઠ વર્ષથી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સી.એસ.આર. ફંડનો ઉપયોગ મોટાભાગે લોક કલ્‍યાણના કામોમાં થઈ રહ્યો છે. પ્રદેશના વગદાર રાજકારણીઓનું વર્ચસ્‍વપ્રદેશમાં કાર્યરત કંપનીઓમાંથી ઓછું થવા લાગ્‍યું તે પણ છેલ્લા આઠ વર્ષની મોટી ઉપલબ્‍ધિ છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નાના ભૂલકાંઓને ગમ્‍મત સાથે જ્ઞાન મળે અને તેમના મનમાંથી સ્‍કૂલ પ્રત્‍યેનો ડર ખતમ થાય તેવા શુભ ઈરાદાથી પ્રિ-પ્રાયમરી તથા આંગણવાડી સ્‍કૂલો પણ તમામ સુવિધાઓ સાથે શરૂ કરવામાં આવી છે. પહેલાં ધોરણના બાળકોના પ્રવેશને પણ યાદગાર બનાવાયો છે. જેના કારણે બાળકને વર્ગખંડ પ્રવેશનો ડર રહેતો નથી અને તેમને પોતાના ઘર કરતાં શાળામાં અનુラકૂળ વાતાવરણ મળે તે પ્રકારની તમામ સુવિધાઓ પ્રશાસન દ્વારા ઉપલબ્‍ધ કરાઈ છે. ટૂંકમાં સંઘપ્રદેશ પ્રશાસને પ્રાથમિક શિક્ષણથી લઈ કોલેજ સ્‍તર સુધીના શિક્ષણના દ્વાર તમામ લોકો માટે ખોલી દીધાં છે. જેનો ફાયદો પણ છેવાડેના લોકોને ભરપુર મળી રહ્યો છે.
છેલ્લા આઠ વર્ષમાં સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણના માધ્‍યમથી લોકોના વિચાર પરિવર્તન માટે પણ કરેલા પ્રયાસોનું આજે હકારાત્‍મક પરિણામ દેખાય રહ્યું છે. લોકોમાં અને ખાસ કરીને દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસી વિસ્‍તારમાં શિક્ષણની ભુખ ઉઘડી છે. જેના આવતા દિવસોમાં ખુબ સારા ફળ દેખાવાના છે. આ સિદ્ધિ પાછળ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉદાર નીતિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોરપરિશ્રમનો ખુબ મહત્ત્વનો ફાળો છે. (ક્રમશઃ)

Related posts

ભ્રમણા જાળમાં ફસાયેલી ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન- દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ગ્રાહકોની રૂા.1000 કરોડ કરતા વધુની ડિપોઝીટ, રૂા.પ000 કરોડની માર્કેટ વેલ્‍યુ છતાં ટોરેન્‍ટ પાવર સાથે રૂા.પપપ કરોડનો સોદો !!

vartmanpravah

વાપી ડુંગરી ફળીયા ભંગારના ગોડાઉનમાં આગ: અન્‍ય ત્રણ ગોડાઉન પણ આગની લપેટમાં

vartmanpravah

પારડી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ 2.66 કરોડના વિકાસ કામોને બહાલી અપાઈ

vartmanpravah

કપરાડાના સુખાલા ગામે મધમાખીના ડંખ મારવાથી એક વ્‍યક્‍તિનું થયું મોત

vartmanpravah

કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં આંબાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ તકેદારી રાખવી

vartmanpravah

સેલવાસ પીપરીયા બ્રિજ નજીક બાઈકચાલકના ટક્કરથી યુવકનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

Leave a Comment