September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ દમણગંગા નદીમાં વધુ એક વ્‍યક્‍તિએ લગાવી મોતની છલાંગ

સમગ્ર પ્રદેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આવા બનાવો રોકવા માટેના અસરકારક પગલાં શા માટે નથી લેવાતા?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી એક વ્‍યક્‍તિએ કોઈક કારણોસર નદીમાં ઝંપલાવી દીધું હતું. તેની જાણ ફાયર અને પોલીસની ટીમને કરાતા તેઓ દ્વારા શોધખોળ આદરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અનિલ દુબે (ઉ.વ.45) રહેવાસી સેલવાસ અને મુળ રહેવાસી ઉત્તર પ્રદેશ. જે સોમવારની રાત્રિના દસ વાગ્‍યાના સુમારે અથાલ દમણગંગા નદીના પુલ ઉપર વચ્‍ચોવચ ઉભો રહી એણે પહેરેલ જેકેટ અને ચપ્‍પલ કાઢી દીવાલ પર ચડી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ વ્‍યક્‍તિને નદીમાં કુદતા જોઈ ત્‍યાંથી પસાર થતાં લોકોએ તાત્‍કાલિક દાનહ પોલીસ અને ફાયર વિભાગને ટેલીફોનિક જાણ કરી હતી. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્‍થળે ધસી આવી હતી અને નદીમા ઝંપલાવનાર વ્‍યક્‍તિની શોધખોળ શરૂ કરી દીધી હતી. પરંતુ આજે મંગળવારે પણ આખા દિવસ દરમ્‍યાન ફાયરની ટીમ અને તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરેલ પણ મળી આવેલ નથી.
નદીમાં ઝંપલાવનાર અનિલ દુબે ઘણાં વર્ષોથી સેલવાસમાં જ રહેતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેની શરીરે પહેરેલ જેકેટના ખિસ્‍સામાંથી મળી આવેલ આધારકાર્ડના આધારે ઓળખ થઈ હતી. એમણે કયા કારણોસર આ પગલુ ભર્યું એ હજી સુધી જાણીશકાયું નથી.
અત્રે યાદ રહે કે, અગાઉ કેટલીય વખત સેલવાસ-નરોલી રોડનો આ દમણગંગા પુલ સુસાઇડ પોઇન્‍ટ તરીકે કુખ્‍યાત થઈ રહ્યો છે, આ અગાઉ પણ અનેક વખત આ પુલ ઉપરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્‍યા હોવાની તેમજ કેટલાકના જીવ ઉગરી ગયા હોવાના બનાવો સામે આવી ચૂક્‍યા છે. ત્‍યારે ફરી એક વખત વધુ એક બનાવ બનતાં સમગ્ર પ્રદેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આવા બનાવો રોકવા માટેના અસરકારક પગલાં શા માટે નથી લેવાતા?
આ દમણગંગા નદીના પુલ પરથી આત્‍મહત્‍યાના વારંવાર કિસ્‍સાઓ બનતા વિવિધ સંસ્‍થાઓ પણ પ્રશાસનના અધિકારીઓને પુલની બન્ને બાજુએ જાળીઓ લગાવવા માટે વારંવાર રજૂઆત કરી ચુક્‍યા છે, પરંતુ આ બાબતે તેઓ અજાણ હોય એમ પ્રશાસન દ્વારા કોઈકની જીંદગી બચે એ માટેના આજદિન સુધી કોઈ જ પ્રકારના પગલાં ભરવામાં આવ્‍યા નથી તે સૂચક છે.

Related posts

સંઘપ્રદેશમાં નવતર રીતે પ્રવેશોત્‍સવની ઉજવણી કરવા શરૂ થયેલી કવાયતઃ દાનહના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સાથે શિક્ષણ નિર્દેશકે કરેલો સંવાદ

vartmanpravah

પારડીમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દ્વારા આયોજિત શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું કરાયું સમાપન

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલના બાળકોએ વોલ પેઇન્‍ટિંગ વડે જાગૃતિ સંદેશ પહોંચાડ્‍યો

vartmanpravah

નવસારી જિલ્લામાં હિટવેવથી લોકોનાં આરોગ્‍યને ફટકોઃ મે-મહિનાના 11 દિવસમાં જ 108 ઈમરજન્‍સીને 228 કોલ આવ્‍યા

vartmanpravah

કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું

vartmanpravah

દમણની મુલાકાતે શનિવારે આવી રહેલા દેશના ગૃહમંત્રી: 4થી મે ના રોજ સાંજે 4:00 વાગ્‍યે દમણમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલના સમર્થનમાં યોજાશે જાહેર સભા

vartmanpravah

Leave a Comment