June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં પોષણ અભિયાન અંતર્ગત ચિત્રસ્‍પર્ધાનું થયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં પોષણ સપ્તાહ અંતર્ગત ચિત્રકામ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તા.1 સપ્‍ટેમ્‍બરથી 30 સપ્‍ટેમ્‍બર સુધી પોષણ અભિયાનની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં ચિત્રકામ શિક્ષક દિવ્‍યેશભાઈ ભંડારી દ્વારા ચિત્રકામ સ્‍પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લઈ પોષણને લગતા સરસ મજાના ચિત્રો બનાવ્‍યા હતા. સ્‍પર્ધામાં વિજય થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીયક્રમાંક આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. જેમાં પ્રથમ ક્રમાંક રાજ એન પ્રજાપતિ દ્વિતીય ક્રમાંક જયકુમાર એચ. રાવત અને તૃતીય ક્રમાંક નિયતિ આર માગોડિયાએ પ્રાપ્ત કરતા શાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી કપિલ સ્‍વામીજી, દાદા સ્‍વામીજી, રામ સ્‍વામીજી હરિ સ્‍વામીજી, તમામ ટ્રસ્‍ટીગણો, કેમ્‍પસ એકેડેમિક ડિરેક્‍ટર ડૉ. શૈલેષ લુહાર, એડમીન ડિરેક્‍ટર હિતેન ઉપાધ્‍યાય, આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલ, તથા તમામ શિક્ષક ગણોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

સરીગામ પંચાયતમાં ઉપસરપંચ પદે સંજયભાઈ બાડગા બિનહરીફ વિજેતા રાકેશભાઈ રાયનામાર્ગદર્શન હેઠળ સંપૂર્ણ અને સમતોલ વિકાસની નેમ સાથે સરપંચ સહદેવભાઈ વઘાત અને ઉપ સરપંચ સંજયભાઈ બાડગાએ સંભાળેલો ચાર્જ

vartmanpravah

સરીગામ કેમિકલ ઝોનમાં કેમિકલ યુક્‍ત વહેતા પાણીના જીપીસીબીએ એકત્રિત કરેલા નમૂના : ફેરેસ સલ્‍ફેટ બનાવતી કંપની શંકાના દાયરામાં

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અકસ્‍માતના બે બનાવ : નંદી મહારાજ કાર સાથે ભટકાયા : પાર્ક કરેલ ટ્રક સાથે એક્‍ટીવા ચાલક ભટકાયો

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે 1989માં યોજાયેલ સામાન્‍ય ચૂંટણીમાં દેવજીભાઈ ટંડેલે અપક્ષ તરીકે બાજી મારી હતી

vartmanpravah

ચીખલી તાલુકામાં પોલીસે દોરી પતંગના સ્‍ટોલ પર છાપો મારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાના કાચ કરોટી વેચતા 8ને ઝડપ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટગ ઓફ વોર અને લગોરી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment