October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

લ્‍યો કરો વાત..! છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી કચીગામ-ઝરીના બ્રિજની સ્‍ટ્રીટ લાઈટો બંધ છતાં જવાબદાર તંત્રનું ભેદી મૌન

ભૂતકાળમાં મુખ્‍ય રસ્‍તાઓની લાઈટની જવાબદારી ભલે પી.ડબ્‍લ્‍યુ.ડી. હસ્‍તક હતી છતાં તે વખતે વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેર સ્‍વયં રસ લઈ લોકોને પડતી હાલાકી દૂર કરવા પ્રયાસરત રહેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : મોટી દમણના ઝરી અને કચીગામને જોડતાં પુલ ઉપર છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી સ્‍ટ્રીટ લાઈટો બંધ છે. આ મુદ્દે કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે પણ ટોરેન્‍ટ પાવર સહિતના સત્તાવાળાને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. છતાં પણ હજુ અંધારપટ્ટ જ છવાયેલો છે.
જે વખતે વિદ્યુત વિભાગનો કાર્યભાર દમણ-દીવ પ્રશાસન પાસે હતો તે વખતના એક્‍ઝિક્‍યુટિવ એન્‍જિનિયર શ્રી એમ.આર.ઈંગલે સ્‍વયં રસ લઈ કોઈપણ જાહેર માર્ગની લાઈટો બંધ નહીં રહે તેની તકેદારી લેતા હતા. ભલે મુખ્‍ય રસ્‍તાઓની લાઈટની જવાબદારી જાહેર બાંધકામ વિભાગ પાસે હોવા છતાં તે વખતે વિદ્યુત વિભાગ સ્‍વયં ઘણાં કિસ્‍સાઓમાં દરમિયાનગીરી કરી જાહેર જનતાને તકલીફ નહીં પડે તેની કાળજી લેવાતી હતી. પરંતુ હવે લગભગ દોઢ મહિના કરતા વધુ સમયથી ઝરી-કચીગામ બ્રિજની લાઈટ બંધ હોવાના કારણે શ્રમજીવીઓ તથાઉદ્યોગોમાં કામ કરતા કામદારોને પણ ભારે અગવડતાનો સામનો કરવા પડી રહ્યો છે. ઝરી-કચીગામ બ્રિજની સ્‍ટ્રીટ લાઈટની જવાબદારી જે પણ વિભાગની હોય તેઓ તાત્‍કાલિક લોકોને રોશની મળે એવી વ્‍યવસ્‍થા કરે તે સમયનો તકાજો છે.

Related posts

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે MoU કરવામાં આવ્યા

vartmanpravah

વાપીની 4 વિદ્યાર્થીની સ્‍કૂલ જવાના બહાને દિલ્‍હી જવા ઘરથી નિકળી ગઈ : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્‍સો

vartmanpravah

ધરમપુર ધસારપાડા ચોકડી પાસે બે બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : બાઈક સવારનું સારવારમાં મોત

vartmanpravah

દમણમાં મશરૂમની ખેતીથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવાના આયોજનને મળેલો વધુ વેગ

vartmanpravah

સેલવાસ લાયન્‍સ સ્‍કૂલમાં ‘શિક્ષક દિન’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment