June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

બે વર્ષ પહેલાં ગુમ થયેલા પરિયારીના વિનોદ રામજી વારલીનો પરિવાર સાથે મેળાપ થતાં સંવેદનશીલ બનેલું વાતાવરણ

54 વર્ષના આધેડ માનસિક અસ્‍થિરતા સાથે ભટકતા હરિયાણાના સિરસા ખાતે આવેલ ‘ભાઈ કનૈયા માનવ આશ્રમ’માં પહોંચતા મનોચિકિત્‍સકોની સારવાર દરમિયાન વાપી-દમણના હોવાનું કહેતાં પરિવારજનો સાથે થયો મેળાપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : બે વર્ષ પહેલાં ગુમ થયેલ 54 વર્ષના આધેડનો આજે પોતાના પરિવાર સાથે મેળાપ કરાવતા અનેક સંવેદનશીલ દૃશ્‍યો સર્જાયા હતા અને પત્‍ની, પુત્રો સહિતના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી દમણના પરિયારી પંચાયત વિસ્‍તારમાં રહેતા 54 વર્ષિય વિનોદ રામજી વારલી ગુમ થયા હતા. પરિવાર દ્વારા તેમની નિરંતર શોધ ચાલુ હતી તેમાં પરિયારી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને આદિવાસી નેતા શ્રી ભાવિક હળપતિને તેમના ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા નડિયાદના મિત્ર એ.એસ.આઈ. ગજેન્‍દ્રએ વોટ્‍સ એપના માધ્‍યમથી સંપર્ક કર્યોકે, વિનોદ રામજી વારલી હરિયાણાના સિરસા ખાતે ‘ભાઈ કનૈયા માનવ આશ્રમ’માં છે અને પત્‍ની અને પુત્ર સાથે વિનોદ રામજી વારલીની વોટ્‍સ એપ ઉપર વાતચીત કરાવતા પરિવાર હર્ષના આંસુઓથી નાહી પડયો હતો અને આદિવાસી નેતા શ્રી ભાવિક હળપતિ અને શ્રી વિનોદ વારલીના પુત્ર પોતાના પિતાને લેવા માટે હરિયાણા સિરસા ખાતે ‘ભાઈ કનૈયા માનવ આશ્રમ’માં દોડી ગયા હતા.
આ સમગ્ર પ્રકરણમાં દમણ લાવવામાં કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ શ્રી ચેતન પટેલ તથા દમણના મામલતદાર શ્રી પ્રેમજી મકવાણાએ ખુબ જ ઉમદા સહયોગ કર્યો હતો. છેવટે ઘરે આગમન થતાં પિતા-પુત્ર અને પતિ સહિત સમગ્ર પરિવાર ખુબ જ ભાવુક બની ગયો હતો.

Related posts

વાપીને દેશમાં પ્રથમ કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણી વ્‍યવસ્‍થાપન માટે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર મળ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશમાં વારે-તહેવારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલને હટાવવાનો મુદ્દો કેમ ઉઠતો રહે છે?

vartmanpravah

સંવિધાનના કારણે જ માનવ અધિકારોનું ઉલ્લંઘન થતા બચ્‍યું છેઃ ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદાર

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપીમાં બુધવાર ગોઝારો સાબિત થયો : સ્‍કૂલ બસ અને કારના બે અકસ્‍માતમાં ત્રણ જીંદગી છીનવાઈ

vartmanpravah

‘શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય ૨૦૨૩’ દ્વારા દક્ષિણ ગુજરાતના ૬૦થી વધુ કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાશે

vartmanpravah

Leave a Comment